Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની ખારીસિંગ જ નહીં હવ અવનવી ફ્લેવરની ચિક્કી પણ જગવિખ્યાત

Share

ખારી સિંગ માટે સમગ્ર ગુજરાત અને વિશ્વમાં ઓળખ ધરાવતું ભરૂચ હવે અવનવી ફ્લેવરની ચીકી માટે પણ પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યું છે.ભૃગુઋષિની તપોભૂમિ સમાન પવિત્ર ભૂમિ ભરૂચમાં તૈયાર થતી ચીકી આજે માત્ર જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતભર અને વિદેશોમાં પણ મોટા પ્રમાણમાં પહોંચાડવામાં આવી રહી છે.

ભરૂચ શહેરના સોનેરી મહેલ રોડ, ડુમવાડ નજીક આવેલું સંગમ સિંગ સેન્ટર વર્ષોથી પેઢી દર પેઢી ચાલતો આવતો પરંપરાગત વ્યવસાય આજે પણ યથાવત જાળવી રાખ્યો છે. અહીં રોજ સિંગદાણાની ચીકી, તલની ચીકી, મમરાના લાડુ, તલના લાડુ, બદામ-કાજુ-પિસ્તાની ચીકી, મલાઈ ચીકી,માવા ચીકી સહિત અવનવી ફ્લેવરની ચીકીઓનું મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવામાં આવે છે.
ખાસ કરીને શિયાળાની સીઝનમાં ચીકીની માંગમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે.

Advertisement

સવારથી સાંજ સુધી કારીગરો દ્વારા શુદ્ધ ગોળ અને શુદ્ધ ઘીનો ઉપયોગ કરીને સ્વચ્છતા સાથે ચીકી તૈયાર કરવામાં આવે છે.તૈયાર થયેલી ચીકી બોક્સ પેકિંગમાં પણ સપ્લાય કરવામાં આવે છે, જે ભરૂચ જિલ્લા ઉપરાંત ગુજરાતના અન્ય જિલ્લાઓ અને વિદેશોમાં મોકલવામાં આવે છે.

સ્થાનિક વેપારી મહોમદ સિરાઝ શેખે જણાવ્યા મુજબ, શિયાળામાં ચીકી આરોગવાથી સ્વાસ્થ્યને લાભ થાય છે અને બાપ-દાદાના સમયથી ચાલતો આ પરંપરાગત વ્યવસાય આજે પણ એ જ સ્વાદ અને ગુણવત્તા સાથે આગળ વધારવામાં આવી રહ્યો છે. સંગમ સિંગ સેન્ટર પર શિયાળા અને ઉતરાયણ પર્વ નિમિત્તે રાજ્યભરના લોકો અહીં ખાસ ચીકી ખરીદવા માટે આવે છે. તેઓ આ ચીકી તેમના સ્વજનો માટે દેશ અને વિદેશમાં પણ મોકલે છે. આ વર્ષે ગયા વર્ષ કરતા 10 રૂપિયા જેટલો ભાવમાં વધારો થયો છે.

ભરૂચ જિલ્લામાં એક જ સ્થળે એટલા મોટા પ્રમાણમાં અવનવી ચીકીનું ઉત્પાદન થતું હોવાની માન્યતા છે. ખારી સિંગ જેમ ભરૂચની ઓળખ બની છે તેમ હવે ચીકી પણ વિશ્વમાં ભરૂચનું નામ રોશન કરી રહી છે.


Share

Related posts

સાંસદને મનસુખભાઇ વસાવાએ જિલ્લાના મહત્વના પ્રશ્નો અંગે માર્ગ અને મકાન મંત્રીને લેખિતપત્ર લખ્યો.

ProudOfGujarat

અગાઉના ઝઘડાની રીસ રાખી જેઠે વહુને ફટકારી, કપડાં ફાડી નાખ્યાં

ProudOfGujarat

ભરૂચની શાળાઓમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ માસ્ક ટેમ્પરેચર માપી શાળામાં પ્રવેશ અપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!