Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ઝાડેશ્વર સ્વામિનારાયણ મંદિર ખાતે પ્રજાપતિ સમાજનો 8 મો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

Share

 

ઝાડેશ્વર બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટનો 8 આઠમો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

Advertisement

સ્નેહમિલન કાર્યક્રમ સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો જેમાં પ્રજાપતિ સમાજના 150 કરતાં પણ ભાઈ બહેનને બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેશન કર્યું હતું

ભરૂચ જિલ્લા પ્રજાપતિ સમાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ નો 8 મો સ્નેહ મિલન કાર્યક્રમ તારીખ 11 જાન્યુઆરી ને રવિવારના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ બી. એ.પી.એસ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયો હતો આ કાર્યક્રમમાં સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજમાં શિક્ષણ ની ખૂબ જ આવશ્યકતા હોય અને સમાજના તમામ ભાઈ બહેનોએ તેઓના બાળકોને શિક્ષણ પ્રત્યે વધુ રુચિ વધે તેવા પ્રયાસો કરવા આ સાથેજ સમાજમાં ચાલતા કુરિવાજો દુર કરવા પણ માર્ગદર્શન આપ્યું હતું આ સાથે સાથે રાકેશભાઈ એ સ્વદેશી ચીજવસ્તુઓ અપનાવવા માટે પણ તેઓએ સમાજના લોકોને આહવાન કર્યું હતું હાલ ભારત સ્વદેશી ચીજ વસ્તુઓ પર વિશેષ ભાર મૂકી રહ્યો છે ત્યારે પ્રજાપતિ સમાજના પણ ભાઈ બહેનો સ્વદેશી ચીજ વસ્તુઓ પર વિશેષ ધ્યાન દઈ અને એ જ વસ્તુઓ ખરીદે તેવું સમાજના પ્રમુખ રાકેશભાઈએ સમાજના લોકોને આહવાન કર્યું હતું તથા સમાજમાં ચાલતા વિવિધ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમોની રાકેશભાઈએ ઝાંખી કરાવી હતી સાથેજ આ કાર્યક્રમમાં સમાજના ધોરણ 10 અને 12 માં ઉચ્ચ પરિણામ મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું તથા સમાજના ભાઇ બહેનો વિશિષ્ટ હોદા ઉપર બિરાજમાન વ્યક્તિઓનું પણ સમાજ વતી તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથેજ પ્રજાપતિ સમાજ દ્વારા ચાલતા સંકલ્પ ધિરાણ મંડળી વિશેષ ઝાંખી કરાવી હતી સંકલ્પ ધિરાણ મંડળી દ્વારા ગત વર્ષ માં આશરે 65 લાખથી પણ વધુ સુધીની રકમ જરૂરિયાત વ્યક્તિઓને ઘરના સારા નરતા પ્રસંગોમાં મદદરૂપ થયા હતા આ સાથેજ સમાજમાં ચાલતા વિવિધ કાર્યક્રમોની પણ ચર્ચાઓ કરવામાં આવી હતી ત્યારે આ પ્રસંગે પ્રજાપતિ સમાજના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ તથા આ કાર્યક્રમમાં વિશેષ રાજ્ય કક્ષાના મંત્રી ઇશ્વરભાઇ પટેલ ભરૂચ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ મારુતિસિહ અટોડરીયા તથા ઓલ ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ભરૂચ ના પરમ પૂજ્ય શ્રી 1008 સ્વામી લોકેશ્વર મહારાજ તથા પ્રજાપતિ સમાજ અને એજ્યુકેશન ટ્રસ્ટના મહામંત્રી કારોબારી સભ્યો ની તથા ભરૂચ જિલ્લામાંથી ખૂબ જ મોટી સંખ્યામાં પ્રજાપતિ સમાજના ભાઈ બહેનો અને વિદ્યાર્થીઓ ની વિશેષ ઉપસ્થિતિમાં કાર્યકમ યોજાયો હતો


Share

Related posts

લીંબડી મોટાવાસમા 52 ગજની ધજા ફરકાવી રામનવમીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

ભરૂચ ચાવજ રેલ્વે ફાટક નજીક યુવક-યુવતી એ આપઘાત કરતા ખળભળાટ-યુવક સુરત ની એક શાળા માં સ્પોર્ટ શિક્ષક હોવાનું પ્રાથમિક જાણકારી મળી…..

ProudOfGujarat

ભરૂચ 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સો ખાસ દિવાળીના પર્વમાં એલર્ટ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!