Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં કરુણા અભિયાનના અંતર્ગત પાંચ દિવસમાં 132 પક્ષીઓની સારવાર કરાઇ.

Share

ઉતરાયણ પર્વ પર છેલ્લા પાંચ દિવસ દરમિયાન અનેક પક્ષીઓ ઘાયલ અને મોતને ભેટ્યા હતા, પરંતુ આનંદનાં આ પર્વમાં પતંગની દોરીઓથી ઉડતા પક્ષીઓની હાલત અતિદયનીય થવા પામી હતી અને જેને લઈને જ્યાં અને ત્યાં પક્ષીઓ ઘાયલ થતા જોવા મળી રહ્યા હતા. પરંતુ ભાવનગરમાં પક્ષી પ્રેમીઓએ આવા ઘાયલ પક્ષીઓની સારવાર માટે એનજીઓ, વનવિભાગ અને કોર્પોરેશન દ્વારા હેલ્પલાઈન આવતા કોલ પર સ્થળ પર પહોંચી પક્ષીઓને સારવાર ડોકટરો દ્વારા આપવામાં આવેલ અને આવા પક્ષીઓ માટે ભાવનગર શહેરમાં જુદી-જુદી જગ્યાએ સારવાર કેન્દ્રો ખોલવામાં આવેલ જેમાં શહેરનાં વિક્ટોરિયા પાર્ક, પીલગાર્ડન, ગંગાજળીયા, સરકારી એનિમલ હોસ્પિટલ-નવાપરા તેમજ સીદસર અનીમલ હેલ્પલાઇન સેન્ટરોમાં પક્ષીઓની સારવાર શરુ કરવામાં આવી છે જેથી સમયસર પક્ષીઓને સારવાર મળી જતા કેટલાય પક્ષીઓના જીવ બચાવી શક્યા હતા.

અત્રે ઉલેખ્ખનીય છે કે, ગત વર્ષ કરતા આ વર્ષ ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ઓછી છે. કારણ આજે સવારથી જ શહેરમાં કડકતી ઠંડીનું વાતાવરણ હોવાથી આકાશમાં પતંગો ઓછા ઉડતા હતા. તેમજ ભાવનગર શહેર ખાતે 27 વધુ ઘાયલ પક્ષીઓના સારવાર માટે 12 રેસ્કયુ સેન્ટર કાર્યરત રાખવામાં આવેલ છે. તેમજ ભાવનગર જીલ્લામાં 50 વધુ રેસ્ક્યુ સેન્ટર કાર્યરત રાખવામાં આવ્યા છે તેમાં 300 વધુ વોલન્ટરી, 25 જેટલા ડોક્ટર તેમજ અન્ય રાજ્યમાંથી આવેલ મેડીકલનાં વિદ્યાર્થીઓ અને ડોકટરો દ્વારા સારવાર કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ નબીપુર નજીક દૂધ ભરેલા ટેન્કરને અકસ્માત નડતા 3 લોકો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

ઉમરપાડાની વાડી અને ચવડા ચેક પોસ્ટ ચોકીનું ઉદઘાટન જિલ્લા પોલીસ વડા ઉષા રાડાના હસ્તે કરાયું.

ProudOfGujarat

વડોદરા : વરણામા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિસ્તારની શાળાઓમાં ૧૫ થી ૧૮ વર્ષના તરુણોને વેકસીન અપાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!