Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ ના ધોળીકૂઈ વિસ્તાર માં આવેલ અંબામાતા ના મંદિર નજીક જી ઈ બી ના ડીપી માં ધડાકાભેર આગ લાગતા ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો…….

Share

       બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ શુક્રવારે રાત્રીના સમયે ભરૂચ શહેર ના ધોળીકુઈ બજાર વિસ્તાર માં અંબા માતાના મંદિર નજીક જી ઈ બી ના ડી.પી માં શોટસર્કીટ ના કારણે ધડાકાઓ સાથે અચાનક ભીષણ આગ લાગતા ઉપસ્થીત લોકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા અને એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો …
ડી.પી આગ લાગવાની ઘટનાના પગલે સ્થાનિક રહીશો માં નાશભાગ ના દ્રશ્યો સર્જાયા હતા.બીજી તરફ ઘટના અંગે ની જાણ ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં કરવામાં આવતા ફાયર ના કર્મીઓએ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર પાણી નો મારો ચલાવી કાબુ માં લેતા લોકો માં હાસ્કારો અનુભવાયો હતો..ઉલ્લેખનીય છે કે સમગ્ર ઘટના ક્રમ માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી……

Share

Related posts

અંકલેશ્વર : અંદાડા ગામમાં આવેલ હેપ્પી રેસીડેન્સીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું.

ProudOfGujarat

અમદાવાદમાં અકસ્માત બાદ પોલીસ એલર્ટ, 100 થી વધુ જગ્યાએ વાહન ચેકિંગ ડ્રાઈવ

ProudOfGujarat

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે છોટાઉદેપુર જિલ્લાના લોકપ્રશ્નો અંગે મેળવી જાણકારી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!