Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં કડીપાણી ગામમાં વીજનો થાંભલો પડી ગયાના ૭ દિવસ બાદ ગ્રામજનોએ જાતે વિજપોલ ઊભો કર્યો.

Share

છોટાઉદેપુર જિલ્લાનાં કવાંટ તાલુકાનાં કડીપાણી ગામમાં ૭ દિવસ પહેલા વરસાદ વરસ્યો હતો જેને લઈ વીજપોલ પડી ગયો હતો. ગ્રામજનોએ d.g.v.c.l નાં સંબંધિત કર્મચારીઓને જાણ કરી હતી. કર્મચારીઓએ ગ્રામજનોને રોફ કરતા જણાવ્યું કે તમોને વીજળીની જરૂરીયાત હોય તો તમે જાતે વીજપોલ ઊભો કરી લેજો એવો ઉડાઉ જવાબ મળતા આદિવાસી ગ્રામજનો સ્તબદ્ધ બની જીવના જોખમે વીજપોલ ઊભો કર્યો હતો. છોટાઉદેપુર જિલ્લો આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો જિલ્લો છે જેને લઇને ઊંડાણનાં ગામડાઓમાં આવા કોઈ બનાવ બને તો તંત્ર આ ભોળા આદિવાસી પ્રજાને રોફ કરીને હુકમ કરે છે. ત્યારે આ ગામડાનાં ભોળા આદિવાસીઓ જેને લઇને ગ્રામજનોએ જાતે જીવના જોખમે વીજપોલ ઉભા કરવા પડે છે કારણકે ઊંડાણનાં ગામડામાં શહેરમાં રહેતા dgvcl ના અધિકારીઓ જોવા પણ જતા નથી ફક્ત વિજ ચોરીનો ઉપરી ઓફિસ તરફથી હુકમ મળે ત્યારે જ જાય છે. આ આદિવાસી ઊંડાણ વિસ્તારમાં કર્મચારીઓ જતા નહી હોવાથી વીજળીની જરૂરીયાત હોય તો આદિવાસી ભોળી પ્રજાને જાતે જ જીવના જોખમે વિજ પોલ ઉભા કરવા પડે છે. તો આ જાડી ચામડીના dgvcl કર્મચારીઓ અધિકારીઓ ક્યારે આ ઊંડાણમાં રહેતા આદિવાસીઓ ઉપર જો હુકમી ચલાવશે નિયમિત વિજ બિલ વસુલ કરતી વિજ કંપનીની શું વિજ પોલ ઉભો કરવાની જવાબદારી નથી તેવો પ્રશ્ન ઊંડાણનાં ગામડાઓમાં ચર્ચાઈ રહ્યો છે.  

તૌફીક શેખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચના અતિપ્રાચીન ઝુલેલાલ મંદિર ખાતે સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ઉજવણી.

ProudOfGujarat

માંગરોળ ના ઐતિહાસિક બણભા ડુંગરે માનવ મહેરામણ ઉમટ્યું 

ProudOfGujarat

અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના સભ્યો જોડાયા હતા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!