Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : કવાંટ પોલીસે ધનીવાડા ચોકડી પાસેથી રૂ.૨.૯૪ લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે એક ઈસમ ઝડપાયો.

Share

કવાંટ પોલીસ ટીમે પોલીસ સ્ટેશન વિસ્તારના ધનીવાડા ચોકડી પાસેથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને ઝડપી લીધો હતો. આ અંગે મળતી વિગતો મુજબ ઉચ્ચ અધિકારીઓ તરફથી જીલ્લામાં પ્રોહીબીશનની પ્રવૃતિ નાબુદ કરવા તેમજ દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા મળેલ સુચના અંતર્ગત સી.એમ.ગામીત પોલીસ સબ ઇન્સ્પેકટર તથા સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળી હતી કે એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારુ સાથે જઈ રહ્યો છે કવાંટ પોલીસની ટીમે બાતમી મુજબના સ્થળે ખાનગીરાહે વોચ નાકાબંધી કરી તપાસ કરતા એક ઇસમ ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે ઝડપી લેવાયો હતો. પોલીસે ઘટનાસ્થળેથી રૂ.૩૯,૯૦૦ ની કિંમતનો ભારતીય બનાવટનો વિદેશી દારુ તેમજ આ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ એક ઈકો ગાડી GJ-06-PF-1480 ગાડી જેની કિ.રૂ .૨,૫૦,૦૦૦ સાથે જ મોબાઈલ ફોન મળી કુલ રૂ. ૨,૯૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે સતીશકુમાર રાજુભાઈ વણકર રહે. વડધરી વાંટા તા.બોડેલી જિ.છોટાઉદેપુરને લઇને આ સંદર્ભે કવાંટ પોલીસ મથકે ફરિયાદ લખી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

માંગરોળમાં ૧૫ થી ૧૮ વર્ષ વય જૂથનાં બાળકોનું રસીકરણ કરાયું.

ProudOfGujarat

ગોધરાનો એક વિદ્યાર્થી યુક્રેનમાંથી હેમખેમ પરત ફરી પોતાની આપવીતી જણાવી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!