Proud of Gujarat
GujaratFeaturedINDIA

વિરમગામ : કરકથલ ખાતે નાટક દ્વારા સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંગે જનજાગૃતિ કરાઇ.

Share

અમદાવાદ જીલ્લાના વિરમગામ તાલુકા હેલ્થ ઓફિસ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના સેવા વિસ્તારમાં આવેલ પ્રાથમિક શાળા કરકથલ ખાતે સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ની વિસ્તૃત જાણકારી આપતું નાટક રજુ કરવામાં આવ્યુ હતુ. પુર્વિ સેવા ટ્રસ્ટના ભરત પંચોલી સહિતના જાણીતા કલાકારો દ્વારા ગ્રામજનો તથા શાળાના બાળકો સમક્ષ “લાલ ગુલાબી બાળક મારૂ” નાટક પ્રસ્તુત કરીને રસીકરણનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, નીલકંઠ વાસુકિયા, જયેશ પાવરા, મેડીકલ ઓફિસર ડો.અજય વસાણી, ધીરુભાઇ ચૌહાણ, ડો.પ્રણીકા મોદી, શાળાના આચાર્ય ભરતભાઇ, નરેશ રાઠવા સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનિય છે કે, અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકામાં શૂન્યથી બે વર્ષના બાળકો રોગ પ્રતિકારક રસીઓથી વંચિત હોય તેવા તમામ બાળકોને અને સગર્ભા માતાઓને રસીઓથી રક્ષિત કરવાનો કાર્યક્રમ સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ ચાલી રહ્યો છે ત્યારે માતાઓ અને બાળકોને અપાતી રસીની કામગીરીનું તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ દ્વારા નીરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે. સધન રસીકરણ ઝુંબેશ મિશન ઇન્દ્રધનુષ ૨.૦ અંતર્ગત તમામ બાળકોનું સંપુર્ણ રસીકરણ સુનિશ્ચિત કરવાનું અભિયાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયું છે. વિરમગામ તાલુકાના દુર્ગમ વિસ્તારોમાં રસીકરણ સેશન યોજીને શૂન્યથી બે વર્ષ સુધીના બાળકોને રસીઓથી રક્ષિત કરવામાં આવી રહ્યા છે. બાળકો ઉપરાંત સગર્ભા માતાઓને પણ રસીઓ આપવામાં આવે છે ત્યારે કરકથલ ગામમાં રસીકરણ અંગે જનજાગૃતિ માટે “લાલ ગુલાબી બાળક મારૂ” નાટક રજુ કરવામાં આવ્યુ હતુ. જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યુ હતુ.

વંદના નીલકંઠ વાસુકિયા

Advertisement

Share

Related posts

વડોદરાની અનોખી રથયાત્રા : રોબોટ રથમાં ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળ્યા.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાને કોરોના મુક્ત બનાવવા 100 ટકા વેક્સિનેશન માટે કલેક્ટર દ્વારા માઈક્રો પ્લાનિંગ શરૂ.

ProudOfGujarat

ખ્યાતિ હોસ્પિટલ માં યોજનાની આડમાં સરકારના અધિકારીઓ – ડોક્ટરોની સંડોવણીનો આક્ષેપ કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મહામંત્રી સંદીપ માંગરોલા*

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!