Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જીલ્લાની ઓરસંગ બે કાંઠે વહેતી થઈ.

Share

મધ્ય ગુજરાતના છોટાઉદેપુર સહિતના અન્ય જીલ્લાઓમાં પાછલા ત્રણેક દિવસથી થઇ રહેલ ભારે વરસાદથી નાનીમોટી કેટલીય નદીઓમાં નવા નીર જોવા મળ્યા હતા. છોટાઉદેપુર જીલ્લામાંથી વહેતી ઓરસંગ નદી આજે બે કાંઠે વહતી જોવા મળી હતી. બે કાંઠે વહી રહેલી ઓરસંગ નદીને નીહાળવા લોકટોળા ઉમટ્યા હતા. ગઇકાલે જીલ્લામાં થયેલ ભારે વરસાદને લઇને તેની અસરથી બોડેલી નગર સહિતના ઘણા ગામોએ વરસાદના પાણી ઘરોમાં ઘુસી જતા જીલ્લાના વેપારી મથક બોડેલી સહિતના ઘણા ગામો જળબંબાકાર થઇ જતા લાખો રૂપિયાનું નુકશાન થયુ હતુ. જીલ્લામાં વિતેલા ત્રણેક દિવસથી થઇ રહેલ વ્યાપક વરસાદને લઇને આજે ઓરસંગ નદી બે કાંઠે વહેતી જોવા મળી હતી. બોડેલી નજીકથી વહેતી ઓરસંગ બે કાંઠે વહેતા આ દ્રશ્ય નિહાળવા લોકો નદી કિનારે ઉમટી પડયા હતા.

ફૈજાન ખત્રી, કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૫ મી જન્મજયંતિ નિમિત્તે નિબંધ સ્પર્ધામાં દિલનાજે ત્રીજો ક્રમ મેળવી સેગવાનું નામ રોશન કર્યું

ProudOfGujarat

જુનાગઢમાં દાદાના હાથમાંથી બાળકીને લઈને દીપડાએ મોતને ઘાટ ઉતારી દીધી, નજર સામે જ ઘટના બનતા પરિવાર સ્તબ્ધ

ProudOfGujarat

ભરૂચ જીલ્લા સહિત અન્ય તાલુકાઓમાં છૂટો છવાયો વરસાદ વરસ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!