Proud of Gujarat
GujaratFeaturedINDIA

છોટાઉદેપુર : પાવીજેતપુર તાલુકામાં ડિગ્રી વગરના ચાર બોગસ ડોકટર ઝડપાયા.

Share

પાવીજેતપુર તાલુકાના છેલ્લા કેટલાક વર્ષોથી પર પ્રાંતના લોકો મેડિકલની ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા હતા. જેની બાતમી પાવીજેતપુરના પોલીસને મળતાં પાવીજેતપુર પોલીસે તાલુકાના ડુંગરવાંટ ખાતે સપનકુમાર નિરાપદ બિશ્વાસ – મૂળ રહે પશ્ચિમ બંગાળ, સુષ્કાલ ખાતે પ્રોદીપ પ્રફૂલા રોઈ – મૂળ પશ્ચિમ બંગાળ, મોટી આમરોલ ખાતે પલાસ નની ગોપાલ મંડલ – મૂળ રહે પશ્ચિમ બંગાળ અને ચુડેલ ખાતે વિશ્વજીત માધવભાઈ વિશ્વાસ મૂળ રહે – પશ્ચિમ બંગાળ ચારેયના દવાખાના ઉપર રેડ કરીને ચારેય જણાંને ત્યાંથી મેડિકલના સાધનો, એલોપેથીક દવાઓ તથા રોકડ રૂપિયા મળી કુલ રૂ.13828.24 /- નો મુદ્દામાલ ઝડપી પાડયા છે.

છોટાઉદેપુર જીલ્લામાં અગાઉ પણ આવા બોગસ ડોકટરોને ઝડપી પાડવા છતાં બોગસ ડોકટરો જામીન પર છૂટીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ આર. એસ. દલાલ હાઇસ્કુલ ખાતે E- KYC કેમ્પ યોજાયો

ProudOfGujarat

સુરત એરપોર્ટ પરથી DRI એ 48.20 કિલો ગોલ્ડ પેસ્ટ જપ્ત કરી, 3 મુસાફરો સહિત ઇમિગ્રેશન PSI ની ધરપકડ

ProudOfGujarat

કોરોના વાયરસ નો ખોટો ભય ઊભો કરી તેનાથી લાભ ઉઠાવનાર ભરૂચ શહેરના ડોક્ટરો કોણ…???

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!