Proud of Gujarat
FeaturedGujaratINDIA

 છોટાઉદેપુર પંથકમાં મેઘરાજાનાં ધમાકેદાર ટ્રેલર બાદ વિરામ લઇ લેતા ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે તો ભર ચોમાસે ઓરસંગ નદી કોરી જોવા મળી રહી છે.

Share

સોશિયલ સાઈટો તેમજ લોકવાયકાઓ દ્વારા આ વર્ષે ચોમાસુ દોઢ ઘણું હોવાની અનેક વાતો ઉનાળાનાં અંતમાં સાંભળવા મળી આવતી હતી અને મેઘરાજાની જૂન માસનાં પ્રારંભમાં થયેલી ધમાકેદાર એન્ટ્રીથી લાગતું પણ એ જ હતું કે ચોમેર પાણી જ પાણી થઇ જવાનું છે. પરંતુ જૂન માસનાં મધ્યમાં થયેલ વરસાદ બાદ મેઘરાજા રીસાઈ જતાં  ધરતીપુત્રો ચિંતામાં મુકાયા છે. મોટા ભાગનાં ખેડૂતો દ્વારા ઓરણી કરી નાંખી છે અને બે અઠવાડિયા જેટલો સમય થઈ ગયો છે છતાં પંથકમાં વરસાદના મિસકોલ આવે છે પણ કોલ આવતા નથી કે મન મૂકીને વરસતા પણ નથી જેને લઇ વાતાવરણમાં બફારો વર્તાઈ રહ્યો છે અને જેની અસર પ્રજાજનો સહિત સોયાબીન, કપાસ, અડદ અને મકાઇનાં પાક ઉપર તેની વિપરીત અસર વર્તાઈ રહી છે. આ સાથે છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ઓરસંગ નદી પહેલા ઉપરવાસનાં વરસાદમાં જ બે કાંઠે વહેતી થઈ હતી અને હાલની પરિસ્થિતિમાં ભર ચોમાસે ઓરસંગ નદી કોરીકટ હાલતમાં જોવા મળી આવે છે અને આની સાથે અનેક કોતરો ખાલી દેખાઈ રહ્યા છે જેનો સીધો મતલબ એ થાય છે કે આ વિસ્તાર સહિત મધ્યપ્રદેશ તરફ પણ વરસાદની અછત દેખીતી રીતે હોવાનું જણાઈ આવે છે. વરસાદનાં વિરામને લઈ પ્રજાજનો બફારાથી હાય તોબા પોકારી ઉઠયા છે અને ઘણા વિસ્તારોમાં મેઘરાજાની વહેલી પધરામણી થાય તે માટે કુદરતને રીઝવવા માટેના પરંપરાઓ મુજબ કાર્યક્રમો પણ થઈ રહ્યા હોવાનું પણ જાણવા મળી આવેલ છે.

તૌફીક શેખ, છોટા ઉદેપુર

Advertisement

Share

Related posts

ભરૂચ હાઇવે પર અજાણ્યા કારની ટક્કરે બાઇક સવાર બે પૈકી એકનું મોત, એક ગંભીર

ProudOfGujarat

કરજણના દેથાણ ગામમાં સ્મૃતિ સ્મારક ધામ ખાતે સ્વ. આચાર્ય રતુરામજીની પ્રતિમા અનાવરણ અને પ્રથમ નિર્વાણદિન મહોત્સવની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

દહેજની ઓર્ગેનિક ઈન્ડસ્ટ્રીયલના વેરહાઉસમાં આગ ભભુકી : ૧૦ કિમી દૂરથી આકાશમાં ઉઠતી જવાળા દેખાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!