Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે બ્લાસ્ટ થતા કંપની આગની જ્વાળામાં હોમાઈ જવા પામી હતી.

Share

આજરોજ દહેજ જી.આઇ.ડી.સી.માં આવેલ ટેગરોસ કેમિકલ કંપનીમાં રાસાયણિક પ્રકિયા કરતી વખતે આગ લાગી જવા પામી હતી જેથી અફડાતફડીનો માહોલ સર્જાવા પામ્યો હતો. ધટના સ્થળે 10 થી વધુ ફાયર ફાયટર દ્વારા આગ ઓલવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

જયારે અત્યારે કોરોના વાઇરસને લઈને દેશમાં 21 દિવસનું લોક ડાઉન ચાલી રહ્યું છે ત્યારે આ કંપનીને ઉત્પાદન ચાલુ રાખવાની પરમિશન કોને આપી તે પણ તપાસનો વિષય માંગી લે છે.કલેકટરનાં જાહેરનામાનો અમલની જગ્યાએ કંપની એ કાયદાના લીરેલીરા ઉડાડયા હોય તેવું લોકમુખે સાંભળવા મળ્યું હતું. કંપનીની અંદર આજ રાતનું રજીસ્ટર ગેટ પરથી ગુમ કરી દેવામાં આવ્યું હતું માટે કેટલા કામદારો અંદર કામ કરી રહ્યા છે તે ખબર ના પડે અને કામદારો વિશે પૂછતાં સંતોષકારક જવાબ પણ દહેજ પોલીસના જવાનોને મળ્યો ના હતો માટે તે શંકા પ્રબળ બને છે કે કંપની એ લોકડાઉન જેવા કપરા સમયમાં પણ પોતાના અંગત સ્વાર્થ માટે ઉત્પાદનની પ્રકિયા ચાલુ રાખી હતી.સાથે કંપનીની અંદર સુરક્ષાના નામે પણ કશું જોવા મળ્યું ના હતું અને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો જોવું રહ્યું કે આવી કંપની સામે જી.પી.સી.બી. શું આગળ કાર્યવાહી કરે છે.

Advertisement

Share

Related posts

ભરૂચ : ચોરીની બે બાઈક સાથે એક આરોપીને ગણતરીના દિવસોમાં સી ડીવીઝન પોલીસે ઝડપી પાડયો.

ProudOfGujarat

અંકલેશ્વર : ફાયર સર્વિસીસ કોન્ટ્રેક વિરુદ્ધ ઓ.એન.જી.સી. ખાતે EMS યુનિયન દ્વારા ગેટમિટિંગ યોજાઇ.

ProudOfGujarat

સેલવાસ પાલિકા દ્વારા પ્રિમોન્સુન કામગીરી માટે ખાસ રોબોટનો ઉપયોગ કરાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!