Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ખાતે મની એકસેન્જર પર હુમલો – લાખોની લૂંટને અંજામ આપી લૂંટારુ ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

Share

વાગરાના દહેજ ખાતે રહેતા મની એકસેન્જર પર ગતરાત્રે હુમલો કરી 9 લાખ રૂપિયાની લૂંટ ચલાવાતા પોલીસે અજાણ્યા લૂંટારુઓની શોધખોળ હાથ ધરી છે.

દહેજના મની એકસેન્જર પર હુમલો કરી લૂંટારુ રૂપિયા 9 લાખ રોકડાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા. મૂળ અમદાવાદના શાહીબાગ અને હાલ દહેજ જૂની પંચાયત ખાતે રહેતા અશોકકુમાર ગૌતમભાઈ મહેતા મની એકસેન્જરનો ધંધો કરે છે. સોમવારે રાતે તેઓ બાઇક ઉપર જોલવાથી દહેજ તરફ આવી રહ્યાં હતાં.તેમની પાસે ઉઘરાણીના રોકડા 9 લાખ હતા. કાળી બેગમાં રોકડા ભરી પીઠ પર બેગ ભેરવી તેઓ બાઇક લઈને રાતે 9 થી સવા નવ વાગ્યાના અરસામાં સેઝ વનના ગેટ નજીકથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે પાછળથી હુમલાખોરો આવ્યા હતા. બાઇક પર જઈ રહેલા યુવાન પર કોઈ હથિયાર વડે માથા અને ગરદનના ભાગે હુમલો કરાયો હતો. જેમાં બાઇક સાથે યુવાન રોડની સાઈડમાં આવેલ બાવળની ઝાડીમાં પડી જવા સાથે બેભાન થઈ ગયો હતો. હુમલાખોર લૂંટારુઓ રોકડા 9 લાખ ભરેલ કાળું બેગ લઈ ફરાર થઇ ગયા હતા. ઇજાગ્રસ્તને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. દહેજ પોલીસ અને ડી.વાય.એસ.પી. સી.કે.પટેલે સ્થળ અને ભોગ બનનારની મુલાકાત લઈ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. લૂંટ અંગે દહેજ પી.આઈ. આર. જે. ગોહિલ વધુ તપાસ ચલાવી રહ્યાં છે.

Advertisement

Share

Related posts

યુકે મોકલવાના બહાને એજન્ટે ટંકારિયાના યુવાનના ૯ લાખ ચાંઉ કર્યા

ProudOfGujarat

રાહદારી યુવાનને અજાણ્યા વાહને ટક્કર મારતાં મોત

ProudOfGujarat

હવે ૯૯ રૂપિયામાં બૂક કરો પ્લેનની ટિકિટ !!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!