Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

ડાંગ-ચીચપાડા ગામમાં ઝઘડો થતાં પત્નીની હત્યા કરી પતિ ફરાર..

Share

 
ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચપાડા ગામની એક 55 વર્ષીય મહિલાની ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં લાશ મળી આવતા સાપુતારા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આહવા તાલુકામાં સમાવિષ્ટ ચીચપાડા ગામે રહેતા વૃદ્ધ દંપતી મોતીભાઈ પાંડુભાઈ પવાર અને તેની પત્ની ચેદ્રાબેન પવાર વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી થઈ હતી. આ બંને દંપતી વચ્ચે ખેતર નજીકના જંગલ વિસ્તારમાં ઝઘડો થતા પતિ મોતીભાઈ પવારે આવેશમાં આવી જઈ પત્ની ચેન્દ્રાબેન પવારને લાકડાના ડંડા વડે માથાના પાછળના ભાગે ગંભીર ઈજા પહોંચાડતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ ગ્રામજનોને થતા તેઓ ઘટનાસ્થળે ધસી ગયા હતા અને ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં પડેલી મહિલાની લાશને ગ્રામજનો દ્વારા તેના ઘરે ખસેડી હતી. અહીં મહિલાના સગા રઘુભાઈ બરડેએ સાપુતારા પોલીસને જાણ કરતા સાપુતારા પીએસઆઈ એસ.આર. પટેલની ટીમે મહિલાની લાશને પીએમ માટે શામગહાન સીએચસી ખાતે ખસેડી હત્યાનો ગુનો નોંધ્યો હતો..સૌજન્ય

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકાને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત આપેલ ત્રણ ટેમ્પાનું લોકાર્પણ.

ProudOfGujarat

નવસારી : ચીખલીનાં ઘેજ ગામમાં રહેતા ઠાકોર પરિવારના યુવાનનું કોન બનેગા કરોડપતિ સીઝન 14 માં થયું સિલેક્શન.

ProudOfGujarat

અંકલેશ્વર જીમમાં કસરત કરવા ગયેલા યુવાનની બાઈક ચોરી

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!