Proud of Gujarat
INDIAFeaturedGujarat

વઘઇ તાલુકામાં બાળલગ્ન અટકાવતી 181 મહિલા હેલ્પલાઇન ટીમ ડાંગ.

Share

આજરોજ એક ત્રાહિત વ્યક્તિએ અભયમ 181 મહિલા હેલ્પલાઇનમાં કોલ કરી જણાવેલ કે અમારા ગામમાં બાળલગ્ન થવાના છે જેથી અટકાવવા માટે જણાવતા ડાંગ અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક સ્થળ પર પહોંચી બાળલગ્ન થતા અટકાવવામાં આવ્યા હતા.મળતી માહિતી મુજબ નાસિક જિલ્લામાંથી બાળલગ્ન કે જેને નાની સગાઈ વિધિ કહે છે તે આજરોજ થનાર છે તેવી માહિતી મળતા અભયમ રેસ્ક્યુ વાન તાત્કાલિક પહોંચી કન્યાનાં ઉંમરનાં પુરાવા માંગતા તેઓએ જણાવેલ કે કોઈ પુરાવા અમારી પાસે હાલ નથી, અભયમ રેસ્ક્યુ ટીમે વધુ માહિતી મેળવી જાણી લીધું હતું કે આજ ગામની અન્ય વિદ્યર્થીનીઓ સાથે કન્યાએ જ ધોરણમાં અભ્યાસ કરે છે જેથી તે વિદ્યાર્થીનીઓનાં ઉંમરનાં પુરાવા જોતા 14 વર્ષ ઉંમર હતી. જેથી કન્યાનાં પરિવારને જણાવેલ કે તમારી દીકરી સગીર વયની છે. બાળ લગ્ન પ્રતિબંધક ધારા હેઠળ તમે લગ્ન કરાવી શકો નહીં અને લગ્ન કરાવશો તો ગુનો ગણાશે. આમ છતાંય તમારી પાસે પુખ્ત વય બાબતનો કોઈ પુરાવો હોય તો જણાવશો જેથી તેમના પરિવારે કબુલ્યું હતું કે અમારી દીકરીની ઓછી ઉંમર છે. અભયમ ટીમે તેમને સમજાવેલ કે તમો લગ્નનું નક્કી રાખો અને બંને વર કન્યા પુખ્ત વયનાં થાય પછી લગ્ન કરાવી શકો છો આમ સમજાવતાં સૌએ બાળલગ્ન મુલતવી રાખવાનું સ્વીકાર્યું હતું.

Advertisement

Share

Related posts

માંગરોળ : બદલી થયેલા શિક્ષકોને છુટા કરવા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજૂઆત કરાઈ.

ProudOfGujarat

વડોદરાની વિશ્વામીત્રી નદીમાં કૂદેલા યુવકનો મૃતદેહ બે દિવસ બાદ મળ્યો.

ProudOfGujarat

અમદાવાદ ઇન્દોર હાઇવે પર બે ટ્રાવેલ્સની બસો વચ્ચે અકસ્માત સર્જાતા ૨૫ મુસાફરો ઇજાગ્રસ્ત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!