Proud of Gujarat
FeaturedGujaratINDIA

દેડીયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા નિકરા યોજના અને FPO ની હેઠળ ખેડૂતોને પોષક અનાજ અંગેનો માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો.

Share

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને ખેડૂત વિકાસ મંડળ સંસ્થાના સહયોગથી નિકરા યોજના અને FPO ની હેઠળ ખેડૂતોને પોષક અનાજ અંગે માહિતી માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો હતો. વેડછા ગામે વિશ્વ વન દિવસે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દેડીયાપાડા અને ખેડૂત વિકાસ મંડળ સંસ્થાના સહયોગ વેડછા FPO ના હેઠળ મિલેટ્સ વર્ષના ભાગરૂપે પોષક અનાજ અંગે ખૂબ જ સુંદર માહિતીપૂર્ણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ડૉ. વર્માસર, માજી વન મંત્રી મોતીલાલભાઈ વસાવા, જુવાર ધાન્ય નિષ્ણાંત ડૉ. દાવળા સાહેબ, ડૉ. સ્મિતસર (મત્સ્ય પાલન નિષ્ણાંત ) ડૉ. હર્ષિલ પાટીલ ( વધઈ કેન્દ્ર ) તેમજ ફાદર રાકેશ મેકવાન (સંજીવની કે. વી. એમ ) ના ડાયરેક્ટર તેમજ 700 ખેડૂતો ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી. કાર્યક્રમનું સફળ સંચાલન FPO ના પ્રમુખ રમેશભાઈ વસાવા એ કર્યું હતું અને આદિવાસી શૈલી નાચથી સ્વાગત કરવામાં આવ્યું અને પોષક તત્વોવાળા ધાન્યો, કઠોળ, શાકભાજીઓ અંગે સુંદર પ્રદર્શન કે.વી.કે. દેડીયાપાડા વધઈ તેમજ ખેડૂત વિકાસ મંડળ, વિનોદભાઈ વસાવાની ટીમ દ્વારા ગોઠવવામાં આવ્યું અને પોષક અનાજ અંગે માહિતી પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમ દરમ્યાન ડૉ. વર્માસરે ત્રિવેણી સંગમ વિશે માહિતી આપી. ચકલી દિવસ, વન દિવસ અને જળ દિવસના સંગમથી માનવીનું જીવન ચાલે છે. કુદરતે સુંદર ભેટ આપી છે. પોષણ ધાન્યોનો ઉપયોગ કરી આગળ વધી છે. મોતીલાલ વસાવાએ આદિવાસી વિસ્તારમાં થતા ધાન્ય પાકો, જંગલ પેદાશોનું મહત્વ અને કુદરતમાં થતી અનેક વનસ્પતિઓ ધાન્યો પર ભાર મુક્યો. જંગલનું જતન અને જમીનનું રક્ષણ વગેરે બાબતો જણાવી.
ડૉ.ભરત દાવળા સરે (જુવાર સંશોધન કેન્દ્ર-સુરત) જુવાર આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ અંગે જુવારની નફાકારક ખેતી પધ્ધતિ વિશે, જુવારના પોષણનું મહત્વ, પશુઓના આરોગ્યમાં જુવાર મહત્વ અને અન્ય પાકોની વાત કરી. ડૉ. હર્ષિલ પાટીલ સરે (વૈજ્ઞાનિક,વધઈ ) હલકા ધાન્ય પાકો અંગે સમજણ આપી. ડૉ. સ્મિત સરે મત્સ્ય પશુપાલન અંગે સમજણ આપી. આ કાર્યક્રમમાં વંશપરંપરાગત વાનગીઓની હરીફાઈ રાખવામાં આવી જેમાં ભારતીબેન વસાવાએ પ્રથમ ઈનામ હાંસલ કર્યું . ડૉ. મિનાક્ષી તિવારીએ વૈજ્ઞાનિક,કે વી કે ડેડીયાપાડા, આભારવિધિ કરી. કાર્યક્રમમાં આદિવાસી ગીત, ભૂમિપૂજન વિધિ તથા પ્રદર્શન ખૂબ જ આકર્ષણનો મુદ્દો બન્યો હતો.

દીપક જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નડિયાદની શ્રીમતી ટી. જે. પટેલ કોમર્સ કોલેજમાં કલ્ચર ફેસ્ટીવલ યોજાયો.

ProudOfGujarat

ભરૂચ પોલીસની આવકારદાયક કામગીરી.. જાણો કઈ..?

ProudOfGujarat

જામનગરના રહેવાસીઓએ ઓગસ્ટ માસ દરમિયાન પોતાના ઘરમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં જોડાવા મેયર- કમિશનરની અપીલ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!