Proud of Gujarat
GujaratFeaturedINDIA

નર્મદા જીલ્લાના દેડિયાપાડાના મોટાસુકા આંબા ગામે એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી ફરાર.

Share

નર્મદા જીલ્લાના દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે મકાનમાં પ્રવેશ કરી ઘરમાં મુકેલ તિજોરી ખોલી તિજોરીમાં મુકેલ રૂપિયા 85,500 ના સોના ચાંદીનાં ઘરેણાં સહિત રોકડ રકમની ચોરી કરી ચોર ફરાર થઈ ગયા હતા.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દેડિયાપાડા તાલુકાના મોટાસૂકા આંબા ગામે રહેતા દામજીભાઈ ઈશ્વરભાઈ વસવાના મકાનમા પ્રવેશ કરી બે અજાણ્યા ઈસમોએ ઘરમાં પાકીટમાં મુકેલ ચાવી લઇને તિજોરી ખોલી તિજોરીમાં મુકેલ ચાંદીનાં સાંકળા બે જોડી કિંમત 45 હજાર, કમરનો ઝૂડો કિંમત 18 હજાર, ચાંદીની ચેન કિંમત 3 હજાર, સોનાની વિટી કિંમત 12 હજાર, સોનાની જડ નંગ 5 કિંમત 2500 તેમજ રોકડ રૂપિયા 5000 મળી કુલ 85,500 ની કિંમતની સોના ચાંદીની રકમો સહિત રોકડ રકમની ચોરી કરી ચોરો ફરાર થઈ ગયા હતા.

Advertisement

મકાન માલિકને આ બાબતે જાણ થતાં તેણે દેડિયાપાડા પોલિસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે ફરિયાદ નોંધી ચોરોને ઝડપવાના ચક્રો ગતીમાન કર્યા છે.

તાહિર મેમણ


Share

Related posts

ગાઇડલાઇનના ધજાગરા : BJP કોર્પોરેટરના પતિએ કર્ફ્યૂમાં જાહેરમાં બિયરની બોટલ ખોલી : કોર્પોરેટર નીતુ પરમારના પતિ સહિત 10 થી 12 સામે ગુનો દાખલ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના વાલીયા તરફથી નેત્રંગ કારમાં વિદેશી દારૂ લઈને અંકલેશ્વર આવી રહ્યા છે તેવી બાતમી એલસીબી પોલીસને મળતા પોલીસે વોચ ગોઠવી હતી તે દરમિયાન કારનો પીછો કરી બે બુટલેગરો ઝડપી તેમજ વિદેશી દારૂ અને રૂ 532001 કબજે કર્યા હતા.

ProudOfGujarat

ભરૂચ ખાતે પોલીસ એથ્‍લેટીક મીટ – ૨૦૧૮ નો ઉદ્‌ઘાટન સમારોહ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!