Proud of Gujarat
FeaturedGujaratINDIA

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરી સાથે બે શખ્સો ઝડપાયા.

Share

ડીસામાં પ્રતિબંધિત ચાઇના દોરીનો જથ્થો મળી આવ્યો હોવાની ઘટના સામે આવી છે. જેમાં શહેર દક્ષિણ પોલીસે બે અલગ અલગ જગ્યાએથી ચાઇના દોરીના જથ્થા સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા, તેમજ મુદ્દામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ચાઈના દોરીથી આકસ્મિક ઘટના બનતી હોય છે. ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને પતંગ રસિયાઓ આકાશમાં પતંગ ચગાવવા માટે થનગની રહ્યા છે, ત્યારે ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીથી પશુ – પક્ષીઓ, રાહદારીઓ અને વાહન ચાલકો માટે આકસ્મિક ઘટના બનતી હોય છે. સરકાર દ્વારા ઉત્તરાયણ પર્વમાં ચાઈના દોરીના વેચાણ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હોવા છતાં ડીસા શહેરમાં કેટલાક વ્યાપારીઓ દ્વારા સરકારના નિયમોનું ઐસી તૈસી કરી ચાઇના દોરીનું વેચાણ કરતાં ઝડપાયા છે. ડીસા શહેર દક્ષિણ પોલીસે બાતમીના આધારે અલગ અલગ બે જગ્યાએ થી ચાઈના દોરીના વેચાણ કરતાં બે શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેમાં ચામુંડા સોસાયટીમાં આવેલી કપી સ્ટેશનરીમાંથી ચાઈના દોરી સાથે રાજ મનોજ મહેસુરિયા ( મોદી )ને ચાઈના દોરીની 4 હજાર રૂપિયાની 12 ફિરકી તેમજ એસ સી ડબલ્યુ હાઈસ્કૂલ રોડ પરથી ઝડપી પાડ્યા છે.

Advertisement

Share

Related posts

વડોદરા જિલ્લામાં ૧૭ ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા.

ProudOfGujarat

ભરૂચ નજીક થી પસાર થતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર આવેલ લુવારા પાટીયા પાસે અકસ્માતનો બનાવ બનતા એકનું મોત

ProudOfGujarat

વડોદરાના વડસર બ્રિજ નજીક જય અંબે ફ્લેટમાં એક તરફી પ્રેમમાં યુવકે યુવતીની સાસુની ચાકુના ઘા ઝીંકી કરી હત્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!