Proud of Gujarat
FeaturedGujaratINDIA

પત્ની-પુત્રીની ગાંધીનગર સરકારી ક્વાટર્સમાં હત્યા કરનાર SRP જવાનને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી

Share

ભિલોડા તાલુકાના વાંકાનેર ગામના અને ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા અરવિંદ મરતાભાઈ ડામોર પરણિત હોવા છતાં તેને હસુમતિ બેન સાથે પ્રેમ લગ્ન કરી ગાંધીનગર રહેતો હતો તેની પ્રથમ પત્નીના પુત્રના લગ્ન હોવાથી હસુમતિ બેને લગ્નમાં આવવાની જીદ કરતા વતનમાં ઝગડો થવાના ડરે પ્રેમલગ્ન કરેલ પત્ની અને તેની 5 વર્ષની પુત્રીની સરકારી ક્વાટર્સમાં હત્યા કરી બંનેને લાશ ગામડે લાવી અન્ય એક આરોપીની મદદથી બેરલમાં ભરી કુવામાં નાખી દીધી હતી બંને મૃતકની મહામુસીબતે ઓળખ થતા હત્યારો એસઆરપી જવાનને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો આ અંગે કોર્ટમાં કેસ ચાલતા સરકારી વકીલ દિનેશ પટેલની ધારદાર રજુઆતના પગલે કોર્ટે હત્યારાને આજીવન કેદની સજા ફટકારી હતી.

ગાંધીનગર એસઆરપીમાં ફરજ બજાવતા અરવિંદ મરતા ડામોરના સામાજિક રીતરિવાજ મુજબ લગ્ન થયા પછી ત્રણ પુત્રનો જન્મ થયો હતો એસઆરપી જવાને અન્ય સમાજની યુવતી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા અને પ્રેમિકા પત્ની સાથે ગાંધીનગર સરકારી ક્વાર્ટરમાં રહેતો હતો અને 7 અને 5 વર્ષની પુત્રીનો પિતા બન્યો હતો પ્રથમ પત્નીના પુત્રનું વાંકાનેર છાપરા ગામમાં લગ્ન હોવાથી બીજી પત્નીએ ગામડે લગ્નમાં પતિ સાથે જવા જીદ પકડાતા ઘરમાં બબાલ શરૂ થઇ હતી પત્નીને સમજાવવા છતાં નહીં માનતા આરોપીએ છરા વડે ગળું કાપી નાખી પત્ની અને 5 વર્ષીય પુત્રીની હત્યા કરી હત્યાનો ગુન્હો છુપાવવા બેરલમાં બંનેના મૃતદેહ અને કપડાં સહીત માલસામાન ભરી અન્ય બે આરોપીઓ સાથે મળી રામનગર નજીક કુવામાં નાખી ફરાર થઇ ગયા હતા.

Advertisement

રામનગર રહેતા ખેડૂતના કુવામાંથી દુર્ગન્ધ આવતા ખેડૂતે ભિલોડા પોલીસને જાણ કરતા બેરલમાંથી મહિલા અને બાળકીનો મૃતદેહ મળી આવતા પોલીસે ગુન્હો નોંધી બિનવારસી લાશની ઓળખ કરવા ફોટો સાથે પત્રિકાઓ છપાવી હતી મહિલાના હાથ પર એચ.બી લખેલ છૂંદણાંના આધારે મૃતક મહિલા અને તેની પુત્રીની ઓળખ થતા પોલીસે મૃતકના હત્યારા પતિ અરવિંદ મરતા અને તેને મદદગારી કરનાર બંને આરોપીને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા દસ વર્ષ પછી હત્યારાને કોર્ટ આજીવન કેદની સજા ફટકારી હતી.


Share

Related posts

રાજપીપળા : ભાદરવા મેળામાં સોંગાડીયા નૃત્યએ આકર્ષણ જમાવ્યું.

ProudOfGujarat

ધર્માંતરણ પ્રકરણમાં નાણાકીય ફંડીંગ અને બોગસ પાવતી કૌભાંડની તપાસનુ પ્રકરણ…

ProudOfGujarat

રાજ્યમા જ્યારે તબીબોએ હડતાલ પાડી ત્યારે બીજી બાજુ નર્મદા સુગર ફેકટરી ખાતે વિદેશી તબીબોએ સર્વરોગ નિદાન કેમ્પ યોજ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!