Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થતાં અષાઢી બીજથી ખુલશે અક્ષરધામ મંદિરના દ્વાર…

Share

રાજ્યમાં હવે ધીમે ધીમે કોરોનાના કેસ ઘટી રહ્યા છે. ત્યારે હવે ધીમે ધીમે છૂટછાટોમાં વધારો થઇ રહ્યો છે. ગુરૂવારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીની બેઠકમાં રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના દૈનિક કેસોમાં થઇ રહેલા સતત ઘટાડા અને પ્રવર્તમાન સ્થિતીની પૂન:સમીક્ષા કરીને કેટલાંક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા.

ત્યારે હવે તા. 12 જૂલાઈ એટલે કે સોમવારથી રથયાત્રાના પવિત્ર દિવસથી ગાંધીનગર ખાતેનું સ્વામિનારાયણ અક્ષરધામ સવારે 10 કલાકે દર્શનાર્થીઓ માટે પુનઃ ખુલ્લુ મુકાશે. દર્શનાર્થીઓ અને ભાવિક ભક્તો આ ભવ્ય સાંસ્કૃતિક પરિસરના દર્શન હવેથી કરી શકશે. કોરોનાની વૈશ્વિક મહામારીને કારણે 9 એપ્રિલથી ગાંધીનગર અક્ષરધામ મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા હતા.

Advertisement

દર્શન કરવા માટે સવારે 10 કલાકથી 7:30 કલાક દરમિયાન અક્ષરધામ પરિસરમાં પ્રવેશ મળી શકશે. અક્ષરધામ મંદિર દર્શન, પ્રદર્શન ખંડો, બુકસ્ટોલ, ગેમ્સ, પ્રેમવતી રેસ્ટોરન્ટ અને દરરોજ સાંજે 7:45 કલાકે યોજાતા વોટર શોને પણ દર્શનાર્થીઓ નિહાળી શકશે. નીલકંઠ અભિષેક પૂજા વિધિ હાલ પૂરતુ બંધ રહેશે.

દર્શનાર્થીઓએ અક્ષરધામની મુલાકાત દરમિયાન પોતાના અને જાહેર સ્વાસ્થ્યની જાળવણી માટે કોરોના મહામારી અંગેના સરકારના તમામ નિયમો અને માર્ગદર્શિકાઓનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. સમગ્ર પરિસરમાં તેઓએ માસ્ક સતત પહેરી રાખવાનું રહેશે. તેમ જ સોશિયલ ડીસ્ટન્સનુ પણ પાલન કરવાનું રહેશે.


Share

Related posts

રાજપીપલા કરજણ નદી કિનારે માછલી પકડવા ગયેલા યુવાનનું નદીમાં ડૂબી જવાથી મોત.

ProudOfGujarat

નબીપુર ખાતે પશુ પાલન નો વ્યવસાયક નાં ફાર્મ ઉપર થીપાંચ બકરા ની ચોરી

ProudOfGujarat

ભરૂચ : બાયપાસ ચોકડી પરનો ઓવરબ્રિજ બન્યો જર્જરિત, બ્રિજ પર સળિયા બહાર નીકળતા સ્થાનિકોએ જોખમ વ્યક્ત કર્યો..!!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!