Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નહેરુબાગ પાસે આવેલા કુવામાંથી અજાણ્યા પુરુષની લાશ મળતા ચકચાર

Share

વિજયસિંહ સોલંકી, ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરના
નહેરુબાગ પાસે આવેલા એક કુવામાથી અજાણ્યા પુરુષની લાશ મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી. પોલીસને જાણ થતા પોલીસે આ અંગે ફરિયાદ નોંધી પુરુષની ઓળખ અંગે ના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

Advertisement

પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેરમા બસ સ્ટેશનની પાસે નહેરુ બાગ આવેલો છે.હાલ આ બાગનુ નવીનીકરણની કામગીરી તંત્ર દ્રારા હાથ ધરવામા આવી રહી છે.બાગના ચોકીદારને બાગની પાછળ આવેલા એક કુવામા પુરુષની લાશ જોવા મળી હતી. પોલીસને જાણ કરતા બનાવ સ્થળ પર આવી ને કુવા માથી તરતી લાશ ને બહાર કાઢવામા આવ્યા બાદ જરુરી કાર્યવાહી કરી આ પુરુષની લાશના નામ ઠામ, સરનામા સહિત વિગતો મેળવવા માટે તપાસ હાથ ધરી છે.અત્રે ઉલ્લેખનીય છેકે આ પુરુષે આત્મહત્યા કરી છે ? કે પછી અજાણતા પડી ગયોછે ?તેવા અનેક તર્કવિર્તક સર્જાયા છે.બનાવના સ્થળે લોક ટોળા ઉમટયા હતા.


Share

Related posts

સુરેન્દ્રનગર જિલ્લાનાં દશાડા પાટડીની આરોગ્ય વિભાગનાં આર.ડી.ડી અમદાવાદએ મુલાકાત લીધી.

ProudOfGujarat

રાજીવ ગાંધીની જન્મ જયંતી નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા પુષ્પાંજલિ

ProudOfGujarat

માંગરોળ તાલુકાનાં વાંકલ ગામે ગાંધી જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!