Proud of Gujarat
Crime & scandalFeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા LCBએ ગોધરા બસસ્ટેશન ખાતેથી વિદેશી દારુના જથ્થા સાથે ચાર મહિલા સહિત પુરુષ ઝડપાયો.

Share

વિજયસિંહ સોલંકી,  ગોધરા
પંચમહાલ જીલ્લામા હવે દારુ પકડાવાની ઘટનાઓ જાણે સામાન્ય બનતી જાય છે  ગોધરા એસ.ટી. બસ સ્ટેશનમા બેઠેલી  ચાર મહિલા સહિત એક પુરૂષને   વિદેશી દારુના જથ્થા સાથે ગોધરા એલસીબી તેમજ એડીવીઝન પોલીસ મથકના સ્ટાફે સંયુક્ત રીતે બાતમીના આધારે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.
 પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા એલસીબીને  બાતમી મળી હતી કે ગોધરા બસ સ્ટેશન ખાતે એક પુરુષ અને ચાર મહીલાઓ બેઠી છે તેની પાસે થેલામાં ઈગ્લીશ દારુનો જથ્થો મીણીયા થેલામાં  સંતાડેલો છે.બાતમીને આધારે  એલસીબી પોલીસ સ્ટાફ તેમજ ગોધરાએડીવીઝનપોલીસ મથકની ટીમે  ખાનગી રીતે વોચ રાખી કોર્ડન કરી તેમની અટક કરી હતી.તેમની પાસે રહેલા થેલામા તપાસ કરતા   ઈગ્લીશ દારુ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા.તેમના નામ સરનામા પુછતા (૧)કાળુભાઈ મુજાભાઈ  મુનિયા  રહે.ગોરીયા પટેલ ફળિયું ,તા લીમખેડા.જી.દાહોદ.(૨)સંગીતાબેન પર્વતભાઈ મુનિયા,રહે, ગોરીયા પટેલ ફળિયું તા લીમખેડા દાહોદ(૩) રમીલાબેન રમેશભાઈ મુનિયા રહે,ગોરીયાપટેલ ફળિયુ તા લીમખેડાજી દાહોદ(૪) રમીલાબેન રમેશભાઈ મુનિયા રહે.ગોરીયા પટેલ ફળિયું ,તા લીમખેડા.જી.દાહોદ(૫) રેશમબેન મુકેશભાઈ ભાભોર રહે ફુલપરી નદી ફળિયું તા લીમખેડા જી દાહોદ હોવાનું જણાવ્યું હતુ. તે જથ્થો ક્યાથી લાવ્યા ? તેમ પોલીસે  પુછતા જણાવ્યું હતું કે  કમલેશ લાલુભાઈ ડામોર રહે.હાથીયાવન તા લીમખેડા જી દાહોદ  પાસેથી લીધો હતો.  વડોદરા મજુરી કામ કરવા માટે જતા હોવાના કારણે ત્યામજુરીના સ્થળે વેચાણ કરવા માટે  લઈ જતા હોવાનુ જણાવ્યુ હતું. પોલીસેકુલ બીયર તેમજ ક્વાટરીયા મળી કુલ નંગ- ૨૧૨૪ નંગ પકડી પાડીને  કુલ ૧,૦૬,૮૦૦ લાખ રુપિયાનો મુદ્દામાલ પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી હતી.

Share

Related posts

દેશભરમાં પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વધારા સામે કોંગ્રેસ પક્ષ આક્રમક બન્યું : ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે પેટ્રોલ પંપ ખાતે ધસી જઇ ભારે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરતા પોલીસે 20 થી વધુ કાર્યકરોની ધરપકડ કરી.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં ગોધરા અને શહેરા નગરપાલિકાનાં પ્રમુખ/ઉપપ્રમુખની ચૂંટણી માટે 17 મી માર્ચે સામાન્ય સભાની બેઠક યોજાશે.

ProudOfGujarat

હાંસોટ : કોરોના વાઈરસને પગલે લોક ડાઉન થતાં પોલીસે લાલ આંખ કરતાં ફોર વ્હીલર સહિત ૩૨ જેટલા વાહનો ડીટેઈન કરતાં વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!