Proud of Gujarat
GujaratCrime & scandalFeaturedINDIA

હાલોલ પોલીસે ઘરફોડચોરી અને બાઇક ચોરીનો ભેદ ઊકેલ્યો- ત્રણની ધરપકડ

Share

 
ગોધરા, રાજુ સોલંકી

પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસને પેટ્રોલિંગ દરમિયાન પનોરામા ચોકડી પાસે થી બાઈકચોરી અને લેપટોપની ચોરી કરનારા ત્રણ ઇસમોને પકડીને તેમના વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા પામી છે.

Advertisement

પંચમહાલ જીલ્લાના હાલોલ ટાઉન પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન હાલોલનગરના પનોરામા ચોકડી પાસે ઉભી હતી. તે દરમિયાન બુલેટમોટરસાઈકલ ઉપર આવતા ત્રણ ઈસમો હાર્દિકકુમાર ભોઈ, જીતેન્દ્રકુમાર પરમાર, જયેન્દ્રસિંહ પરમારનેઊભા રાખીને પુછપરછ કરતા તેમની પાસે રહેલુ બુલેટમોટરસાઈકલ બોટાદ ખાતેથી ચોરી કર્યુ હોવાનુ જણાવ્યુ હતુ તેમજ તેમની પાસેથી એક લેપટોપ પણ કબ્જે કર્યુ હતું. આ સિવાય તેમની વધુ પુછપરછ કરતા હાલોલ પોલીસ સ્ટેશન અને ગોધરા શહેર એડીવીઝન પોલીસ સ્ટેશનના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો હતો.જેમા બે લેપટોપ તેમજ એક સીડીડીલક્સબાઈક તેમજ મોબાઈલ પણ પોલીસે કબજે કર્યા હતા.


Share

Related posts

ગત રાત્રી ના સમયે મંગલમ રેસીડન્સી ના પાર્કીગમા આગ લાગતા ૬ મોટર સાયકલ બળી ને ખાખ

ProudOfGujarat

ભરૂચ-દહેજ ના વડદલા ગામે થી ૨ કિલો ઉપરાંત ના ગાંજા ના જથ્થા સાથે એક મહિલા ઝડપાઇ…

ProudOfGujarat

રાજપથનું નામ બદલીને કર્તવ્યપથ રાખવાનો પ્રસ્તાવ પાસ, આવતી કાલે પી.એમ મોદી કરશે ઉદઘાટન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!