Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા નગરપાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી કરવામાં આવી.

Share

પંચમહાલ રાજુ સોલંકી

વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી સમગ્ર પંચમહાલ જિલ્લામાં કરવામાં આવી ગોધરા નગર પાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ દ્વારા પણ તેના ભાગરૂપે વૃક્ષારોપણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ૫મી જુનનો દિવસ સમગ્ર દુનિયામાં પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે પંચમહાલ જિલ્લામાં પણ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી ગોધરા નગર પાલિકા અને સામાજીક વનીકરણ વિભાગ સહભાગી થયું હતું અને ગોધરામાં આવેલ અટલબાગમાં વૃક્ષારોપણ નો એક કાર્યક્રમ રાખી પર્યાવરણ દિવસ ઉજવ્યો હતો ગોધરા પાલિકા પ્રમુખ નાયબ કલેકટર તેમજ વન વિભાગના કર્મચારીઓ દ્વારા રેલી યોજી વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો ઉપસ્થિત સોએ વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાનું અને પ્લાસ્ટીક નો ઓછો ઉપયોગ કરવાનો તેમજ ગ્રીન એનર્જી ને સપોટ કરીશુ અને કચરો ક્યાય નજીકમાં નહીં થવા દઈએ એવો સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં નાયબ કલેકટર એમ એલ નલવાય નગર પાલિકા પ્રમુખ ઈલેન્દ્ર પંચાલ ડૉ શ્યામ સુંદર શર્મા નગર પાલિકા સેનેટરી ઈન્સ્પેક્ટર પોલીસ સ્ટાફ વગેરે ઉપસ્થિત રહી કાર્યક્રમ ને સફળ બનાવ્યો હતો.

Advertisement


Share

Related posts

વડોદરા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીએ બોર્ડ મારી ભેટ સોગાદ લેવા પર પ્રતિબંધ ફરમાવ્યો.

ProudOfGujarat

ઇલાવ ગામમાં આયોજિત રામકથામાં મંત્રી ઈશ્વરસિંહ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા

ProudOfGujarat

ભરૂચ : આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા હાથરસનાં બનાવ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું .

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!