Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં દશેરા નિમિત્તે લોકોએ જલેબી ફાફડાની જ્યાંફત માણી

Share

ગોધરા રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગરમાં નવરાત્રિમાં મનમૂકી ને ખેલૈયા ગરબે ઘૂમયા બાદ આજે દશેરાના પર્વને અનુલક્ષીને જલેબી ફાફડાની જ્યાંફત માણી દશેરાની ઉજવણી કરવામાં આવી હતી જો કે આ વખતે નવમું નોરતું અને દશેરા એક દિવસ આવતા હોવાથી ગોધરામાં દશેરાના પર્વને અનુલક્ષીને ફરસાણના વેપારીઓ એડવાન્સ મા તૈયારી આરંભી હતી દશેરાના પર્વને લઈ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા માં ફરસાણ નો વ્યવસાય કરતા વેપારીઓ ગ્રાહકોની માંગને પહોંચી વળવા માટે ફાફડા તથા જલેબી બનાવવા નું વહેલી સવારથી શરૂ કરી દીધું હતું ગોધરામાં ફરસાણની દુકાનો ધરાવતા અગ્રણી વેપારીએ જણાવ્યું હતું કે આ વખતે દશેરાના પર્વમાં ફફડા જલેબી બનાવવામાં વપરાતા મટીરીયલ્સ માં ભાવ વધારો જોવા મળ્યો નથી ત્યારે ફફડા જલેબી બનાવા લેબર ચાર્જ વધી જવા પામ્યો છે બજારમાં ફાફડા નો ૧ કિલોના ભાવ ૨૮૦થી૩૨૦ રૂપિયા ચોરાફળી ૨૪૦ થી ૩૦૦ રૂપિયા ચોખાધીંની જલેબી ૧કિલો ૩૬૦ થી ૪૦૦ રૂપિયા ત્યારે તેલમાથી બનાવેલી જલેબી ૧૨૦ થી ૧૬૦ રૂપિયા જેટલો ભાવ રહયો હતો

Advertisement

Share

Related posts

માંગરોળ : કોસાડી ગામે વેચેલી પીકઅપ ગાડીના લોન હપ્તા નહીં ભરવા બાબતે પૂછપરછ કરતી મહિલાને વાળ પકડી ચાર ઈસમોએ ઢોર માર માર્યો.

ProudOfGujarat

વિરમગામ ખાતે આયોજિત કિસાન કલ્યાણ મહોત્સવમાં આરોગ્ય પ્રદર્શને આકર્ષણ જમાવ્યું

ProudOfGujarat

વાલસાડ જીલ્લામાં ૧૭ જેટલા ગુનામાં વોન્ટેડ નામચીન બુટલેગર ઝડપાયો….જાણો વધુ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!