Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલ જિલ્‍લાની હોટલો પેટ્રોલપંપો જેવા સ્‍થળોએ CCTV કેમેરા લગાવવા હુકમ

Share

 

ગોધરા,

Advertisement

પંચમહાલ જિલ્લામા જાહેર માર્ગો અને શહેરમા આવેલી હોટલો,ધર્મશાળાઓ માટે સીસીટીવી લગાવવા અંગેનુ જાહેરનામુ બહાર પાડવામા આવ્યુ છે.

પંચમહાલ જિલ્‍લામાં આવેલી તમામ હાઇવે પરની હોટલો, ગેસ્‍ટ હાઉસો, ધર્મશાળાઓ, પેટ્રોલપંપો ટોલ પ્‍લાઝા જેવા જાહેર સ્‍થળો ખાતે સી.સી.ટી.વી. નાઇટ વિઝન (હાઇડેફીનેશન) કેમેરા વીથ રેર્કોડીંગ સીસ્‍ટમ સાથે ગોઠવવાનો જાહેર હુકમ અધિક જિલ્‍લા મેજીસ્‍ટ્રેટ, પંચમહાલ એમ.એલ. નલવાયા દ્વારા ફોજદારી કાર્યરીતિ ૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે કરવામાં આવ્‍યો છે. જે મુજબ સી.સી.ટી.વી. કેમેરાનો ડેટા ઓછામાં ઓછા ૧૫ દિવસ સુધી સંગ્રહ કરવાની તથા તે જોવાની જવાબદારી જે તે જગ્યાના સંચાલકની રહેશે. જેમા બિલ્ડિગના બહારના ભાગે પી.ટી. ઝેડ કેમેરા ગોઠવવા. તમામ પાર્કિગની જગ્યાઓનું સંપૂર્ણ કવરેજ થાય તેમજ જાહેર પ્રજાની જયાં અવરજવર થતી હોય તે તમામ જગ્યાઓનું કવરેજ કરવા જણાવાયુ છે.આ હુકમનો ભંગ અથવા ઉલ્‍લંઘન કરનાર વ્‍યક્તિ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.


Share

Related posts

રાજય સરકારના શિક્ષણ વિભાગે વિડિયો કોન્ફરન્સના માઘ્યમથી તૈયારી કરી વડાપ્રધાનએ લખેલા પુસ્તક પર ચર્ચાની

ProudOfGujarat

પંચમહાલ : ઘોઘંબામાં આવેલી રેફરલ હોસ્પિટલમાં સુવિધાઓનાં અભાવ મામલે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચમાં પ્રેમીને શોધતી સગીર પ્રેમિકાને ભેટો કરાવવાના બહાને લઈ જઈ આચરાયેલા દુષ્કર્મમાં બે પરપ્રાંતીય સફાઈ કામદારોને પોલીસે ગણતરીના કલાકોમાં લોકઅપ ભેગા કર્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!