પંચમહાલ પોલીસ વિભાગના પીએસઆઈ એચ.ડી.મયાત્રાને ઈ-કોપ એવોર્ડથી સન્માનિત કરાયા

પંચમહાલ રાજુ સોલંકી

પંચમહાલ પોલીસમાં ફરજ બજાવતા પી.એસ.આઈ એચ.ડી.મયાત્રાને ઈ -કોપ એવોર્ડથી સન્માનિત કરવામા આવ્યા છે.જેના કારણે સમગ્ર પંચમહાલ જીલ્લા પોલીસબેડામાં પણ ખુશીનો માહોલ છવાઈ જવા પામ્યો છે.તેમણે પોકેટકોપ એપનીમદદથી એક સાથે ૧૯ જેટલી બાઈકોની ચોરીના ભેદ ઉકેલી તેના સુત્રધારને પકડવામા સફળતા મેળવી હતી. આ ચોરીનો ભેદ ઉકેલી નાખવાની પ્રશંસનીય કામગીરીના ભાગરુપે તેમને ઈ-કોપ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે.
પોલીસવડાની કામગીરીમાં કાર્યરત સ્ટેટ એમ્પાવર્ડ કમિટીદ્વારા પીએસઆઈ એચ.ડી.મયાત્રાની ઈ- કોપ એવોર્ડ માટે પસંદગી કરવામા આવી હતી.અને રાજ્યના પોલીસવડાશિવાનંદ ઝાના હસ્તે ગાધીનગર ખાતે ડીજીપી કચેરીના કોન્ફરન્સહોલ ખાતે આ એવોર્ડ આપવામાં આવ્યો હતો.પંચમહાલ જીલ્લા પોલીસવડા ડો.લીનાબેન પાટીલ સહિત અન્ય પોલીસ અધિકારીઓ તેમજ તેમના મિત્રગણ તરફથી પણ શુભકામનાઓ આપવામા આવી રહી છે.

LEAVE A REPLY