Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારનાં રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

Share

પંચમહાલ જીલ્લા ગોધરામાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ નોંધાયો હોવાની વિગત પ્રાપ્ત થવા પામી છે. જ્યારે કોરોનાના માહોલ વચ્ચે ગોધરા નગરપાલિકા તંત્ર એલર્ટ થઈ ગોધરાના ભૂરાવવા પાસે આવેલ વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારના રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરી દવાનો છંટકાવ કરવામાં આવ્યો.

આ વાઇરસની અસર રોકવા માટે તકેદારી જરૂરી છે.જેના પગલે તંત્ર સજાગ છે.જીલ્લાના વડામથક ગોધરા શહેરમાં આવેલ ભૂરાવવા પાસે વાગડીયા વાસ અને સાતપુલ વિસ્તારના રબ્બાની મહોલ્લા ખાતે ગોધરા નગરપાલિકા તંત્રના મેલેરિયા ઈન્સ્પેક્ટર અશોકભાઈ સોલંકી અને મેલેરીયા વિભાગના કર્મચારી કિરણભાઈ સોલંકી સહિતની ટીમ ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલ રબ્બાની મહોલ્લા ખાતે ફોગીંગ કરવામા આવ્યુ હતુ.

સાથે સાથે સેનેટાઈઝરના છંટકાવથી વિસ્તારોને સેનેટાઈઝ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગોધરા નગરમાં કોરોના વાઇરસને રોકવા માટે લડત આપતાં સમગ્ર વ્યવસ્થા તંત્ર પાલિકા, પોલીસ, અને આરોગ્ય વિભાગએ સરાહનીય પ્રયાસો હાથ ધર્યા છે.

પંચમહાલ:- રિપોર્ટર- રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

અંકલેશ્વર શહેર પોલીસે છેતરપિંડીના ગુન્હામાં વોન્ટેડ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી કાગળના ચલણી નોટ સાઈઝના બંડલ કબ્જે કરી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે 

ProudOfGujarat

પાલેજનાં બજારમાં ઉત્તરાયણ નિમિત્તે પતંગ ખરીદી તેમજ માંજો પીવડાવાની તૈયારીઓ શરૂ.

ProudOfGujarat

દો…દો….47 ગીત ભારે પડ્યું – અંકલેશ્વરના માર્ગો પર કાર ચાલક યુવાનોનો વીડિયો ચર્ચામાં આવ્યા બાદ પોલીસ કાર્યવાહી, 6 યુવાનોની ગણતરીના કલાકોમાં ધરપકડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!