Proud of Gujarat
GujaratFeaturedINDIA

સ્વાર્થ વગરની સેવાની ભાવનાથી તાજપુરાની પવિત્રતા વધી છે: વિજયભાઇ રુપાણી

Share


ગોધરા,

મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્‍યું કે સેવાની ભાવના સાથે કરવામાં આવતા લોકોપયોગી કામો અને પ્રવૃત્તિઓનો વ્‍યાપ ઇશ્‍વરકૃપાથી સતત વધતો રહે છે. પંચમહાલના હાલોલ તાલુકાના તાજપુરા ખાતે ગુરુ પુર્ણિમાસંત વિભૂતિ નારાયણ બાપુએ દરિદ્ર નારાયણની ઇશ્‍વરના રૂપમાં સેવા કરીને સેવા પરમો ધર્મનો કલ્‍યાણકારી માર્ગ ચીંધ્યો છે.
ગુરૂપુર્ણિમાના પવિત્ર પર્વે નારાયણ ધામમાં બાપુની વંદના કરવાની જે તક મળી એનો હર્ષ વ્‍યકત કરતાં મુખ્‍યમંત્રીશ્રીએ જણાવ્‍યું કે સ્‍વાર્થ વગર સેવાની ભાવનાથી જ તાજપુરાની પવિત્રતા વધી છે. તેમણે સારા અને લોકોપયોગી કામો કરીને નવા ગુજરાતના નિર્માણનો સંકલ્‍પ વ્‍યકત કરવાની સાથે ગુજરાતના ખૂબ કલ્‍યાણ અને છેવાડાના માનવીના વિકાસના આશિર્વાદની બ્રહ્મલીન બાપુની પાસેથી ખેવના કરી હતી

Advertisement

તાજપુરા ધામના બ્રહ્મલીન પૂજય નારાયણ બાપુની પર્વને અનુરૂપ ભાવસભર ગુરૂવંદના કરી હતી અને તેમનું દૈહિક નિવાસસ્‍થાન રહેલી પવિત્ર ગુફામાં દર્શન-અર્ચન કર્યા હતા. તેમણે પૂ.બાપુની ભાવના અને શીખ પ્રમાણે ધર્મસેવાની સાથે માનવસેવાની પરંપરા આગળ ધપાવવા માટે નારાયણ ધામ ટ્રસ્‍ટી મંડળને અભિનંદન પાઠવ્‍યા હતા.


Share

Related posts

રાજકોટની ગુમ થયેલ તરુણિની લાશ મળી આવતા ચકચાર મચી

ProudOfGujarat

ભરૂચ : જેની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી હતી તેવાં નર્મદા મૈયા બ્રિજનું આગામી 12 મી જુલાઇના રોજ લોકાર્પણ કરાશે.

ProudOfGujarat

ઉમરપાડા તાલુકાનાં કેવડી ગામનાં સરકારી દવાખાના પર આર.એસ.એસ દ્વારા દર્દીઓને ચા-બિસ્કીટ, ઉકાળો, નાસ્તાનું વિતરણ કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!