Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા : સફાઈમજૂર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફીસરને લેખિત રજુઆત….

Share

પંચમહાલ જીલ્લા સફાઈમજૂર સંઘ દ્વારા નગરપાલિકા ચીફ ઓફીસરને સફાઈ કામદારોની વિવિધ માંગણી તેમજ બોનસ માટેની રજુઆતને લઈને લેખિત આવેદનપત્ર આપવામા આવ્યુ છે. આગામી દિવાળીના તહેવારને લઈને આ આવેદનપત્ર આપવામા આવ્યુ છે.

આવેદન પત્રમાં જણાવામા આવ્યુ છે કે સફાઈકામદારો જે કરાર આધારિત જેમની પાંચ વર્ષ માટે નિમણૂક કરવામા આવી છે. તેમના પાંચ વર્ષ પુર્ણ થઈ ગયા હોવા છતા પણ પુરા પગારમાં સમાવેશ કરવામા આવેલ નથી. વધુમા જણાવામા આવેલ કે બે માસ પહેલા દિવાળીમાં વહેલી તકે સફાઈકામદારોને દિવાળી જેવા તહેવારોમાં મીઠાઇ અને ચીજવસ્તુઓની ખરીદી કરવાની હોય તેમા ચઢેલા પગારો કરવા વિનંતી કરવામા આવી છે. સફાઈ કામદારોને ઝાડુ, કચરાગાડી, પાવડા, તગારા, સૂપડી વગેરે આપવા વિંનતી કરવામા આવી રહી છે. ધાર્મિક તહેવારો આવતા હોવાથી બોનસ આપવાનું જણાવ્યુ છે. શિયાળાને લઈને બુટ, સ્વેટર વગેરે આપવા જણાવાયુ છે. આવેદનમાં ચીમકી ઉચ્ચારવામા આવી છે કે જો તેમની માંગણીઓનો સ્વીકાર નહી કરવામા આવે તો આગામી સમયમાં ગાંધી ચીધ્યા માર્ગે હડતાળ કરવામા આવશે તેવું જણાવેલ છે.

Advertisement

પંચમહાલ રાજુ સોલંકી


Share

Related posts

સાગબારા પો.સ્ટે.નો પ્રોહીબીશનનાં કામનો નાસતો ફરતો આરોપીને સુરત ખાતેથી ઝડપી પાડતી એલ.સી.બી.નર્મદા.

ProudOfGujarat

વલણ હોસ્પિટલ ખાતે સર્વ રોગ નિદાન શિબિર યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.

ProudOfGujarat

વલસાડમાં પૂનમે 151 ફૂટ લાંબી ચૂંદડી પદયાત્રા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!