Proud of Gujarat
FeaturedGujaratINDIA

અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા જેવા જિલ્લાઓમાંથી ઢોર ચોરી તથા ઘરફોડ ચોરીઓ તેમજ વડનગર પોલીસ સ્ટેશનનાં ગુનાનાં નાસતા ફરતા આરોપીને અને મુખ્ય સૂત્રધારને ઝડપી પાડતી એલ.સી.બી પોલીસ અરવલ્લી..

Share

એલ.સી.બી પોલીસને ઝળહળતી સફળતા પ્રાપ્ત થઈ છે જે વિગત જોતાં અરવલ્લી, સાબરકાંઠા મહેસાણા જેવા જિલ્લાઓમાં ઢોર ચોરી અને ઘરફોડ ચોરીને અંજામ આપનાર તેમજ પ્રાંતિજ પોલીસ સ્ટેશન મહેસાણા જીલ્લાનાં વડનગર પોલીસ સ્ટેશનનાં ગુનામાં નાસતા ફરતા આરોપી જે ચોરીના ગેંગનો સૂત્રધાર છે જેને અરવલ્લી પોલીસે ઝડપી પાડેલ છે. આ અંગેની વિગતમાં પોલીસ અધિક્ષક અરવલ્લી, મોડાસાનાં સંજય ખરાતની સૂચના અનુસાર એલ.સી.બી પી.આઇ આર.કે પરમારને બાતમી મળી હતી જેના આધારે એલ.સી.બી સ્ટાફનાં માણસોએ આરોપીને ચાંદ ટેકરી મુકામે તેના નિવાસ સ્થાનને કોર્ડન કરી ચોરી ગેંગનાં મુખ્ય સૂત્રધાર આરીફ ખ્યાલી બુલાખી મુલતાની રહે. ચાંદ ટેકરી મોડાસા જી. અરવલ્લીને ઝડપી પાડેલ હતો. આ આરોપીની પૂછપરછ દરમિયાન અરવલ્લી તેમજ સાબરકાંઠા, મહેસાણા જિલ્લાનાં ઢોર ચોરીનાં તથા મિલકત સંબંધી ઘરફોડ ચોરીનાં મળી કુલ 20 કરતાં વધુ ગુનાઓ કર્યા હોવાની સનસનાટી ભરેલ વિગત જણાઈ આવેલ છે. આરોપી વિરુદ્ધ ધનસુરા પોલીસ સ્ટેશનનાં ઘરફોડ ચોરીનાં ગુનામાં અટક કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આરોપીએ વિવિધ ગુનાઓની કબૂલાત કરેલ છે જેમાં તેની સાથે જલાલ અલ્લારખા મુલતાની, સાદીક સફી ઉર્ફે લૂલીયો મુલતાની, સમીર સાબીર મુલતાની મૂળ તમામ રહે. ચાંદ ટેકરી અરવલ્લી ને પકડવાનાં હજી બાકી છે. આ આરોપીઓ પિકઅપ વાન લઈ ગુનાઓ કરતાં હોવાનું જાણવા મળેલ છે. પ્રાથમિક તપાસ દરમિયાન કુલ 9 ગુનાઓની કબૂલાત કરેલ છે આ ગુનાઓ આંબલીયારા,ઇડર, ગાંભોઇ, ધનસુરા, મેધરજ, હીમતનગર, માલપુર વગેરે વિસ્તારોમાં કરવાં આવ્યા હતા . ગુનાઓની કબૂલાતની વિગત જોતાં કેટલાક સમય પહેલા આરિફ તથા જલાલ અલ્લારખા તથા સાદીક સફી અને સમીર તમામ ચાંદ ટેકરીના રહેવાસી પિકઅપ ડાલૂ લઈ ઇડરથી વિજાપુર નજીક એક વાડામાંથી 5 નાની મોટી ભેંસોની ચોરી કરેલ તે ઉપરાંત તેઓએ દરામલી ગામે કૂવા પરથી ચાર નાની મોટી ભેંસની ચોરી કરી હતી તેમજ હીમતનગર મહેસાણાથી નજીક આવેલ મંદિર વિસ્તારમાંથી ભેંસોની ચોરી કરી હતી તે સાથે તલોદ મેઇન ચોકડી નજીક છાપરામાં બાંધેલ બે ભેંસની ચોરી કરી હતી. સાબર ડેરી પાસેથી પણ બે ભેંસોની તેમજ કૂદેદા ગામે રોડ પર આવેલ તબેલામાંથી 3 ભેંસોની ચોરી કરી હતી. આ ઉપરાંત અન્ય સ્થાનકોએથી પણ તેઓએ ભેંસોની ચોરી કરી હતી આ અંગેની વધુ તપાસ એલ.સી.બી. પોલીસ કરી રહી છે.

Advertisement

Share

Related posts

ભરૂચ-ખેતરમાં કામ કરતા મજૂરો સામે અચાનક દીપડો આવી પહોંચ્યો પછી શું થયું જાણો ?

ProudOfGujarat

ગુજરાત પ્રદેશ મહિલા મોર્ચા ના અધ્યક્ષ ડો.દિપીકા બેન સરડવાની નર્મદા જિલ્લાની મુલાકાત.

ProudOfGujarat

અખિલ ગુજરાત રાજપૂત મહિલા સંગ દ્વારા આયોજિત કિરીબાના સંસ્કારના સિંચન અને સંસ્કૃતિનું જતન શિબિરનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!