Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંચમહાલના આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે મહિલાઓ આરોગ્ય તપાસણી શિબિરો યોજાયા

Share

ગોધરા,

Advertisement

મહિલા સશક્તિકરણ પખવાડિયાના મહિલા આરોગ્‍ય દિવસ અંતર્ગત પંચમહાલ જિલ્‍લાના તમામ આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે મહિલાઓના આરોગ્ય તપાસણીના શિબિરો યોજવામાં આવ્‍યા હતાં જેમાં સગર્ભા મહિલાઓ, ધાત્રી માતાઓ અને બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.

જિલ્‍લાના વિવિધ આરોગ્‍ય કેન્‍દ્રો ખાતે યોજવામાં આવેલા આ શિબિરોમાં ડાયાબિટીશ, બ્‍લડ પ્રેશર, સીકલસેલ એનિમિયા, પાંડુરોગ, હીમોગ્લોબીંગ, એચ.આઇ.વી. જેવા જુદા જુદા રોગોની તપાસ કરવામાં આવી હતી. સગર્ભા મહિલાઓના ઉંચાઈ, વજન અને બ્‍લડ ગૃપની તપાસ કરવામાં આવી હતી. ધાત્રી માતાઓને પોષણયુક્ત આહાર અને બાળકની સાર-સંભાળ અંગે માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. હાલમાં, ઉજવાઇ રહેલા સ્‍તનપાન સપ્‍તાહ અંતર્ગત માતાઓને તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, બાળકોના આરોગ્‍યની તપાસ સાથે તેમના વજન, ઉંચાઇ અને કુપોષણ માટે સ્‍ક્રિનીંગની કામગીરી પણ શિબિરમાં તબીબો અને આરોગ્‍ય કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.
રવિવારના દિવસે, ઘોઘંબા તાલુકાના મેલડી માતાના ધામ તરીકે પ્રખ્‍યાત પરોલી ગામે અનેક દર્શનાર્થીઓ આવતા હોય છે. આ દિવસે રક્તદાન શિબિરનું આયોજન કરી લગભગ ૧૦૦ બ્‍લડ યુનિટ એકત્રિત કરવામાં આવ્યાં છે જે ગોધરાની સિવિલ હોસ્‍પિટલના જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્‍યે અપાશે


Share

Related posts

માંગરોળ તાલુકા પંચાયત મથકે માંગરોળ તાલુકા પંચાયતની સામાન્યસભા યોજાઈ.

ProudOfGujarat

ભરૂચનાં નબીપુર પાસેનાં ભરથાણા ગામમાં કાચા મકાનમાં રહેતા મકાન-માલીકની દીવાલ ધસી પડતાં પાંચ લોકોને ઇજા અને એકનું મોત.

ProudOfGujarat

ભરૂચમાં સ્પેશિયલ કોવિડ સ્મશાનમાં મૃતદેહ આવવાનો સીલસીલો યથાવત, ૨૪ કલાકમાં ૭ અંતિમક્રિયા કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!