Proud of Gujarat
INDIAFeaturedGujarat

ગોધરા : રાજપૂત સમાજની વાડી ખાતે વિવિધ ક્ષેત્રમાં ફરજ બજાવતી મહિલા શક્તિનું સન્માન કરાયુ.

Share

આજરોજ રાજપૂત સમાજની વાડીની બાજુમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વૃતાલય વિહારમ ખાતે શ્રી સ્વામિનારાયણ વડતાલ ગાદી ટ્રસ્ટ (SVG) અને શ્રી લક્ષ્મીનારાયણ મહિલા મંડળ દ્વારા વડતાલ ગાદીના પ. પૂ ધ. ધૂ 1008 આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ અને ભાવિ આચાર્ય પ. પૂ 108 શ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજ અને મહિલાઓના ગુરૂપદે બિરાજતા તપોનિષ્ઠ પ. પૂ અ.સૌ માતૃશ્રી ગાદીવાળાની આજ્ઞા આશીર્વાદથી લાલીરાજા શ્રી ઉર્વશીકુંવરબા બાબરાજાના વરદ હસ્તે કોવિડ મહામારી દરમ્યાન ગૌધરા નગરના વિવિધ સંસ્થાઓ જેમ કે રાષ્ટ્રીય સેવિકા સમિતિ (આરએસએસ ), વિશ્વહિન્દુ પરિષદ, લાયન્સ કલબ અને સામાજિક મહિલા કાર્યકરોનું અભિનંદન પત્ર આપી સન્માન કરવામાં આવ્યું

જેમાં અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ કુ. કામિનીબેન જી.સોલંકી, તેમજ શ્રીમતી રૂચાબેન મહેતા શારીરિક કાર્યવાહ નડિયાદ વિભાગ તરીકે હાજર રહીને પ્રસંગોપાત ઉદબોધન કર્યું હતું અને સામાજિક કાર્યકરોમાં શિવાંગીની બેન પાઠક, નિશા બેન ગજ્જર, હેતવી પટેલ, લાયન્સ કલબના કેતકીબેન સોની, દિવ્યાબેન લુહાણા તથા પલક શાહ, રંજનબેન રાણા જેવા બહેનોનું સન્માન કરવામાં આવ્યું હતું.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

બેટી કો ચૂંટણી લડના હૈ મગર ક્યા જૂથ વાડ કા ડર લગતા હૈ..? કોંગ્રેસ અગ્રણી મુમતાઝ પટેલે કાર્યકરોને કહ્યું મારી આંગળી પકડી મને આગળ લઈ જાઓ

ProudOfGujarat

સુરતમાં વધુ એક અકસ્માત કરી કાર ચાલક ફરાર થઈ ગયો હતો ત્રણ દિવસ થયા છતાં પોલીસ કાર ચાલકને ઝડપી શકી ન હતી.

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!