Proud of Gujarat
FeaturedGujaratINDIA

યુવાશક્તિ દિન ઉજવણીના ભાગરૂપે જિલ્લા રોજગાર કચેરી દ્વારા 3 ઓગસ્ટ, 2021 સુધી ઓનલાઈન ભરતી મેળાનું આયોજન.

Share

પંચમહાલ જિલ્લા રોજગાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર રોજગાર વિનિમય કચેરી, ગોધરા દ્વારા તા.૦૬.૮.૨૦૨૧ ના યુવાશક્તિ દિનની ઉજવણીના ભાગરૂપે તા.29/08/21 થી તા 03/08/2021ના બપોરે ૧૨.૦૦ કલાક સુધી પંચમહાલ જિલ્લાના ઉમેદવારો માટે ઓનલાઇન ઔદ્યોગિક રોજગાર ભરતીમેળા ગુગલમીટ એપ્લીકેશનના માધ્યમથી યોજાશે. જેમાં ઉમેદવારોને ખાનગી ક્ષેત્રમાં ધો.૧૦ પાસ, ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, સ્નાતક, અનુભવી બિન-અનુભવી લાયકાત ધરાવતા ઉમેદવારોને રોજગારીની તક પૂરી પાડવામાં આવશે. ઉપરોકત શૈક્ષણિક લાયકાત ધરાવતા 18 થી 35 વર્ષની વયમર્યાદા ધરાવતા મહિલા તથા પુરુષ ઉમેદવારો ભાગ લઈ શકશે. વધુ માહિતી માટે રોજગાર સેવા સેતુ હેલ્પલાઇન 6357390390 પર તથા National career center Panchmahal ફેસબુક પેજ સંપર્ક કરવા અખબારી યાદીમાં જણાવાયું છે. ઉકત ગુગલમીટ એપ માધ્યમથી ઓનલાઇન રોજગાર ભરતી મેળામાં મોટી સંખ્યામાં લાભ લેવા રોજગાર અધિકારીશ્રી અપીલ કરી છે. ઉપરોક્ત ભરતીમેળામાં ભાગ લેવા ગૂગલમીટ એપ ડાઉનલોડ કરવી આવશ્યક છે. ઓનલાઇન ભરતીમેળામાં જોડાવવા રજીસ્ટ્રેશન માટેનું ગુગલ ફોર્મ https://forms.gle/C984maFxMafzuLdH9 ઓનલાઇન ભરતીમેળામાં જોડાવવામાટેની લિંક:: https://meet.google.com/eug-bstk-muz રહેશે. તા. ૨૯/૦૭/૨૦૨૧ થી ૦૩/૦૮/૨૦૨૧ (તા.૦૧.૦૮.૨૦૨૧ સિવાય) સમય : બપોરે ૧૨.૦૦ કલાકે આ ભરતી મેળામાં ભાગ લઈ શકાશે તેમ યાદીમાં જણાવાયું છે.

પંચમહાલ રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

રાજકોટના કલેકટર અરુણ મહેશ બાબુની જાહેરાત : લોકમેળાને આપો આકર્ષક નામ અને મેળવો પુરસ્કાર.

ProudOfGujarat

ક્રિકેટ મેચ પર સટ્ટા બેટિંગ કરતા 15 ઈસમો સામે અંકલેશ્વર શહેર પોલીસમાં ગુનો નોંધાયો, ત્રણની ધરપકડ

ProudOfGujarat

ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવતા ભરૂચ જીલ્લા તલાટી કમમંત્રી મંડળ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!