Proud of Gujarat
GujaratFeaturedINDIA

આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણી સમારોહ યોજાશે

Share

ગોધરા,
પંચમહાલ જિલ્લાના મોરવા(હ) તાલુકાના મોરા ગામે તા. ૯મી ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ આંતરરાષ્ટ્રિય આદિવાસી દિવસની ઉજવણીનો સમારોહ યોજાશે. રાજ્યના ઉર્જા મંત્રી શ્રી સૌરભભાઇ પટેલની અધ્યક્ષતામાં યોજાનારા આ સમારોહમાં મુખ્ય મહેમાન પદે ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમના ચેરમેન શ્રી ડી.ડી. પટેલ, અતિથિ વિશેષ તરીકે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી રાજપાલસિંહ જાદવ, સાંસદ શ્રી રામસિંહભાઇ રાઠવા, સાંસદ શ્રી પ્રભાતસિંહ ચૌહાણ, ધારાસભ્ય સર્વશ્રી જેઠાભાઇ આહિર, શ્રી સી.કે. રાઉલજી, શ્રી ભુપેન્દ્રસિંહ ખાંટ અને શ્રીમતી સુમનબેન ચૌહાણ ઉપસ્થિત રહેશે.
મોરા ગામના સામુહિક આરોગ્ય કેન્દ્રની સામેના મેદાનમાં સવારના ૧૦/૦૦ કલાકથી શરૂ થનારા જિલ્લા કક્ષાના વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં જિલ્લાના સૌ નાગરિકોને પધારવા જિલ્લા કલેક્ટર શ્રી ઉદિત અગ્રવાલ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ.જે.શાહ અને પ્રાયોજના વહીવટદાર શ્રી એમ.એમ. મકવાણા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Advertisement

Share

Related posts

પાલેજ : એમ.એમ.હાઈસ્કૂલ ઇખરનું ગૌરવ.

ProudOfGujarat

ભરૂચ : કોરોનાનાં કેસો કયાંથી આવ્યા અને તેનાં કોન્ટેકટ લિસ્ટ અંગેની મથામણ ખૂબ અધરી હોવાથી આ કામગીરી ઊંડાણથી કરવામાં આવતી હોય તેમ જણાતું નથી.

ProudOfGujarat

યુક્રેનમાં આવેલ ટેર્નોપિલમાં ગોધરાના બે વિદ્યાર્થીઓ ફસાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!