Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગોધરા બસ સ્ટેશન ખાતે ઓપન હાઉસ સેમિનારનું એસ.ટી તંત્ર દ્વારા આયોજન.

Share

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સંચાલિત ગોધરા વિભાગના બસ સ્ટેન્ડ ખાતે ઓપન હાઉસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં વિદ્યાર્થીઓ અને મુસાફરોને એસ.ટી વિભાગની વિવિધ સુવિધાઓથી અવગત કરી જાણકારી આપી વધુમાં વધુ વિદ્યાર્થીઓ અને મુસાફરો એસ.ટી સુવિધાનો લાભ લે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિભાગીય નિયામક ગોધરા દ્વારા બસ સ્ટેન્ડની આજુબાજુ અનઅધિકૃત પ્રાઇવેટ વાહનો ગેરકાયદેસર મુસાફરોની હેરાફેરી કરે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે હાજર રહેલા પોલીસ ખાતાના અધિકારીઓને અનુરોધ કર્યો હતો આ ઓપન હાઉસ સેમિનારમાં ગોધરા વિભાગીય નિયામક બી આર ડીડોર, વિભાગીય પરિવહન અધિકારી, વિભાગીય યાત્રિક ઈજનેર, ડેપો મેનેજર, ગોધરા ટ્રાફિક પીએસઆઇ, તથા એસ.ટી ટ્રાફીક સુપરવાઇઝર સહિતના હાજર રહ્યા હતા.

પંચમહાલ : રાજુ સોલંકી

Advertisement

Share

Related posts

ટ્રેનમાં વિદેશીદારૂની હેરાફેરી કરતી મહિલા ઝડપાઈ

ProudOfGujarat

અંકલેશ્વરમાં કાંસ અને નગરપાલિકા શોપિંગના કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ઈશ્વર પટેલના હસ્તે કરાયું.

ProudOfGujarat

નડિયાદમાં જર્જરિત બે દુકાનોનો સ્લેબ ધરાશાયી થયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!