Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ પાલિકા દ્વારા ગંજ બજારમાં  પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો

Share

નડિયાદ પાલિક દ્વારા શહેરમાં અલગ અલગ દુકાનોમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી દંડાત્મક પગલા લઈ રહી છે. આજે ગંજ બજારની દુકાનમાંથી ૧૩૦૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પાલિકાની ટીમે જપ્ત કર્યો છે.

મહાત્મા ગાંધી સ્વચ્છતા મિશન અભિયાન જાહેર કરવામાં આવેલ છે. તેમજ સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૨૩ ની કામગી૨ી મુજબ ગુરૂવારે નડિયાદ નગરપાલિકાના સેનેટરી વિભાગના ઈ.ચા.ચીફ સેનેટરી ઈન્સ્પેકટર મયંકભાઈ દેસાઈ તથા સેનેટરી વિભાગના સ્ટાફે ગંજબજારમાં આવેલી દુકાન નંબર ૫૬ મા ચેકીંગ દરમ્યાન દરમિયાન અહીયા સર્ચ કરતાં મોટી માત્રામાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળી આવ્યો હતો. જે અંદાજીત ૧૩૦૦ કિલો પ્લાસ્ટિકનો જથ્થો જેની અંદાજિત કિંમત રૂપિયા ૧ લાખ ૩૦ હજાર થાય છે. પાલિકાની ટીમે દુકાનના માલિક શ્યામભાઈ અલવાણી સામે શિક્ષાત્મક પગલાં લીધા છે. જેમાં પાલિકાએ આ દુકાનદારને રૂપિયા ૧૦ હજારનો દંડ વસૂલ કર્યો છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

માંગરોળ : વાંકલ ખાતે મહામંત્રી તરીકે દિપકભાઈ વસાવાની પસંદગી થતાં સન્માનનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકાના મેસરાડ ગામમાં શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

બોટાદ-બરવાળાના રેફડા ગામે 16 વર્ષની કિશોરી પર પશુ ડોકટરે આચર્યું દુષ્કર્મ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!