રાજુ સોલંકી ગોધરા :-
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકા ના તલાટી કમ મંત્રી ઓએ તેમની પડતર વિવિધ માંગણી સંદર્ભે ગોધરા કલેક્ટર ને આવેદનપત્ર આપ્યું હતું જેમાં ગોધરા તાલુકા ના 60થી વધારે તલાટીઓએ પોતાના પડતર માંગણીઓ માટે જિલ્લા કલેક્ટર ને રજુઆત કરી ગુજરાત સરકાર ને અલ્ટીમેટમ આપ્યું હતું પરંતુ સરકાર દ્વારા તેમની માગણી ન સંતોષતા આજ રોજ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકા ના 60થી વધારે તલાટીઓએ ભેગા મળીને પેન ડાઉન નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોધરા તાલુકા ના તલાટી કમ મંત્રી શબાનાબેન એ જણાવીયુ હતું કે રાજ્ય મંડળ દ્વારા તલાટીઓની વિવિધ વર્ષો જુની માગણી લીધે લડત ચલાવી છે જે આંદોલન ના ભાગ રૂપે આજ રોજ પંચમહાલ જિલ્લા સહિત ગોધરા તાલુકા દરેક તલાટીઓ એક સાથે મળીને કાળી પટ્ટી ધારણ કરી પેન ડાઉન કરવાનાં છે તેમજ દરેક તલાટી કમ મંત્રી પોતાની ફરજ પર હાજર રહેશે પરંતુ 10 થી 06 વાગે સુધી પેન નહીં પકડે અને કોઈ જગ્યા સહી કે કામ નહીં કરે

LEAVE A REPLY