Proud of Gujarat
GujaratFeaturedINDIA

શહેરા તાલુકાની પસનાલ પ્રાથમિકશાળા તંત્ર દ્રારા SMC ના મુદ્દે મનમાની કરાતી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

Share

રાજુ સોલંકી ગોધરા

ગોધરા,

Advertisement

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામે આવેલી પ્રાથમિકશાળામા એસએમસી ( શાળા વ્યવસ્થાપન સમિતી)ના સભ્યોની નિમણુકને લઈને વાલીઓ અને શાળા વચ્ચે ગજગ્રાહ ઉભો થવા પામ્યો છે. ગામના એક જાગૃત નાગરિક દ્વારા આક્ષેપ કરવામા આવી રહ્યો છે. શાળાતંત્ર દ્વારા એસએમસીના સભ્યોની નિમણુક કરવામા પોતાની મનમાની કરવામા આવે છે. અને નીતિનિયમોનુ પાલન કરવામા આવતુ નથી. એકના એક સભ્યોની નિમણુક કરવામા આવે છે. આ અંગે જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમા રૂબરુમા જાણ કરતા શહેરા તાલુકાના શિક્ષણ જગતમા ખળભળાટ મચી જવા પામ્યો છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકાના પસનાલ ગામે પ્રાથમિક શાળા આવેલી છે અહી ૨૦૦ થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળાઓમા ચાલતી વિવિધ પ્રવૃતિઓ અને ગ્રાન્ટોના ઉપયોગ ઉપર સંચાલન થઈ શકે તે માટે એસએમસી ( શાળા વ્યવસ્થાપન સમિતી)ની રચના કરવામા આવે છે જેમા ૭૫ ટકા વાલી સભ્યો તેમજ સ્થાનિક શિક્ષણવિદ, તેમજ પંચાયતસભ્યની નિમણુક કરવાની હોય છે. અને આ એસએમસીને દર બે વર્ષે નવા સભ્યોને નિમણુક કરવાની હોય છે. પણ શહેરાની પસનાલ પ્રાથમિક શાળાતંત્ર દ્વારા શાળાની પોતાની મનમાનીનો આક્ષેપ ગામમા જાગૃત નાગરિક સુરેશભાઈ પરમારે નોધાવ્યો છે.શાળાતંત્ર દ્વારા આ પહેલા તાલુકા કક્ષાએ રજુઆત કરી હતી.જ્યા શાળાના આચાર્યને પણ આ બાબતે સુચના આપવામા આવી હતી.હાલ ગામના નાગરિક સુરેશભાઈએ પંચમહાલ જીલ્લા શિક્ષણ અધિકારીને લેખિતમા શાળાતંત્ર સામે અરજી આપતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

આપેલી અરજીમાં જણાવામા આવ્યુ છે કે અરજદાર સુરેશકુમાર પરમાર પોતે ગ્રામપંચાયતમાં સભ્ય તરીકે ફરજ બજાવે છે.જ્યારે શાળામા રૂબેલા રશીકરણ કાર્યક્રમ હતો. તે દરમિયાન પસનાલ પ્રાથમિક શાળાના બોર્ડ ઉપર શાળા વ્યવસ્થાપન સમિતિની યાદી ઉપર નજર પડતા શાળાના આચાર્ચ ડાહ્યાભાઈ પુંજાભાઈ પરમારે આ અંગે પુછતા બારીયા તારાબેન અરવિંદભાઈ પટેલનુ નામ કેમ દર્શાવેલ છે.તેનો જવાબ આચાર્ય દ્રારા સંતોષ કારક રીતે ન આપવામા આવતા અગ્રણી ગ્રામજનો સહીત તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીને આ અગે જણાવતા તેમણે શાળાના આચાર્યને શાળા વ્યવસ્થાપન સમિતિની રચના નિયમો અનુસાર કરવી તેવા સુચનો આપવામા આવ્યા હતા. પણ શાળાતંત્ર દ્વારા વ્યવસ્થાપન સમિતિમા કોઈ ફેરફાર કરવામા આવ્યા નથી.તેમ જણાવામા આવ્યુ છે.અને આ અંગે જરુરી કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.


Share

Related posts

સાવલી, સેવાડા, વ્યાધર, સાંઢીયા,વાંસલા અને ઉમરવા (જોશી) ગામોએ ચાલી રહેલા તળાવ ઉંડા કરવાના જળ સંચયના કામોનું જાત નિરીક્ષણ કરતાં સહકાર રાજ્યમંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ

ProudOfGujarat

નેત્રંગ : કેલ્વીકુવા ગામના બે ખેડુતની નવ એકર શેરડી સળગાવી અજાણ્યા ઇસમો ફરાર થઈ જતાં ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

સુરત ખાતે બહુજન ટાઈગર સેનાનાં ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ દ્વારા સુરત જીલ્લાનાં ઉપપ્રમુખ તરીકે અમિતભાઈની નિમણૂક કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!