Proud of Gujarat
Top News

ગાંધીનગરમાં સુશાસન સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજય કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરાયું પાટણ જિલ્લા સેવા સદન ખાતે વિડિયો કોન્ફરન્સ મારફતે અધિકારીશ્રીઓ જોડાયા

Share

ગાંધીનગરમાં સુશાસન સપ્તાહ અંતર્ગત મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં રાજય કક્ષાનાં કાર્યક્રમનું આયોજન કરાયું પાટણ જિલ્લા સેવા સદન ખાતે વિડિયો કોન્ફરન્સ મારફતે અધિકારીશ્રીઓ જોડાયા આજરોજ દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીનો જન્મ દિવસ છે. તેઓના જન્મ દિવસના ભાગરૂપે દરવર્ષે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે. આ ઉજવણીનાં ભાગરૂપે આ વર્ષે રાજ્ય સરકારશ્રી દ્વારા તા.19.12.2022 થી તા.25.12.2022 દરમિયાન સુશાસન સપ્તાહ(GOOD GOVERNENCE) પ્રશાસન ગાંવ કી ઓર અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. આજરોજ સુશાસન સપ્તાહની રાજયકક્ષાની ઉજવણી ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. રાજયનાં માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થતિમાં આયોજીત રાજયકક્ષાનાં કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રીનાં વરદ હસ્તે રાજયનાં નાગરિકોની સુવિધામાં વધારો કરતા નવા પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. રાજયકક્ષાની ઉજવણીમાં દેશનાં ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અને ભારતરત્ન સ્વ. અટલ બિહારી વાજપેયીજીને શ્રદ્ધાંજલિ આપી હતી. મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, સુશાસન કોઈ એક વ્યક્તિથી ન થાય રાજ્યમાં સુશાસન કરવા માટે દરેકે દરેક વ્યક્તિનું જોડાવું ખૂબ જ મહત્વનું છે. આ કામ મારું છે, અને મારે કરવું છે તે રીતે આજે દેશનો દરેક નાગરિક વિચારતો થયો છે અને કામ કરતો થયો છે. તેથી આજે સુશાસનની ખરી વ્યાખ્યા ગુજરાત રાજ્ય સાર્થક કરી રહ્યું છે. રાજયના માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે દરેક વિભાગને નાગરિકોનો વધુમાં વધુ સંપર્ક કરવા માટે અનુરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, નાગરિકોનો સંતોષ ખૂબ જ મહત્વનો છે. નાનામાં નાના માણસનું કામ સરળતાથી થાય તે માટે દરેક વિભાગે કામ કરવા માટે પ્રયત્નો કરવા જોઈએ તેવી વાત માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે કરી હતી. છેવાડાનાં દરેક માનવી સુધી સરકારશ્રીની દરેક યોજના પહોંચે તે માટે દરેક વિભાગે કાર્ય કરવું જોઈએ અને આવું કરવાથી જ ભારત રત્ન અને દેશના ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી સ્વ. અટલ બિહારી વાજપેયીજીને સાચી શ્રદ્ધાંજલિ મળશે. ગાંધીનગર ખાતે આયોજીત સુશાસન સપ્તાહની રાજયકક્ષાની ઉજવણીમાં સ્પીપા દ્વારા સંકલિત પુસ્તકનું વિમોચન માન. મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે કરવામાં આવ્યું હતુ. આ પુસ્તકમાં રાજ્યના દરેક જિલ્લાનાં વિવિધ વિભાગો દ્વારા નાગરિકોનાં હિતમાં કરાયેલ બેસ્ટ પ્રેકટીસીસનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યારબાદ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રપટેલનાં હસ્તે રાજયનાં નાગરિકોની સુવિધામાં વધારો કરતાં નવા પ્રકલ્પોનો શુભારંભ કરવામાં આવ્યો. નવા પ્રકલ્પો અંતર્ગત 7 જેટલા વિવિધ પોર્ટલનો આજરોજ શુભારંભ કરવામાં આવ્યો છે, જેના થકી નાગરિકોની સુવિધામાં વધારો થશે અને ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી માન.અટલબિહારી વાજપેયીનાં સુશાસનનાં સંકલ્પને આગળ વધારતા માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીનાં સંકલ્પને વધું એક વેગ મળશે. રાજય સરકાર દ્વારા શ્રેષ્ઠ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને પુરસ્કાર આપવાની યોજના અંતર્ગત આજરોજ વર્ષ 2017-18 અને વર્ષ 2018-19 હેઠળ જિલ્લાઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કલેક્ટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને મુખ્યમંત્રીશ્રીનાં હસ્તે વિવિધ કેટેગરી હેઠળ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. વર્ષ 2017-18 અંતર્ગત કુલ 4 કલેક્ટરશ્રીઓ અને 4 જિલ્લા વિકાસ અધિકારીશ્રીને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં. વર્ષ 2018-19 અંતર્ગત કુલ 4 કલેક્ટરશ્રીઓ અને 3 જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને આજરોજ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યાં હતાં. સુશાસન સપ્તાહ અંતર્ગત યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમ બાદ પાટણ જિલ્લા કલેકટરશ્રી સુપ્રીતસિંઘ ગુલાટીએ જિલ્લાના દરેક વિભાગને ઈ-સરકારના અમલીકરણ પર ભાર મૂકવા માટે અનુરોધ કર્યો હતો. તેમજ સીએમ ડેશબોર્ડ અને પીએમ શક્તિ યોજના માટે પણ કાર્ય કરવા માટે અનુરોધ કર્યો હતો. કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે છેવાડાના માનવીને સંતોષ મળે તે મુજબનું કાર્ય દરેક વિભાગ દ્વારા થવું જોઈએ અને દરેક વિભાગ જિલ્લાના નાગરિકોના સંપર્કમાં રહીને કાર્ય કરે તે પણ ખૂબ જરૂરી છે. આજરોજ સુશાસન સપ્તાહની રાજય કક્ષાની ઉજવણીમાં ગાંધીનગરમાં માનનીય મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય સચિવશ્રી પંકજકુમાર, મુખ્ય અગ્ર સચિવશ્રી કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવશ્રી એ.કે.રાકેશ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વીડિયો કોન્ફરન્સ મારફતે રાજ્યના દરેક જિલ્લા કલેક્ટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ અને વિવિધ અધિકારીશ્રીઓ જોડાયા હતા.

Advertisement

Share

Related posts

વ્યક્તિની ઉદાસી દૂર કરવા સાંત્વના આપવાના બદલે બેસીને વાત કરો, શબ્દ લોકોની ભાવનાઓને આકાર આપવામાં ઉપયોગી ભૂમિકા ભજવે છે

ProudOfGujarat

ભરૂચ : નગરપાલિકા, તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતની ચૂંટણીઓ લંબાતા ભરૂચ જીલ્લામાં મિશ્ર પ્રત્યાધાતો.

ProudOfGujarat

કર્મચારીઓ બિલ્ડીંગ ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા, તે સમયે એકા-એક આ પાંચ માળની ઈમારતનો એક ભાગ ધરાસાઈ થયો હતો આ ઘટનાને પગેલે સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!