Proud of Gujarat
INDIAFeaturedGujarat

હાલ માસ્કના દંડની રકમ ઘટાડવામાં આવશે નહીં : ગુજરાત હાઈકોર્ટ.

Share

કોરોના મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં થયેલી સુનાવણી મામલે સુનાવણી હાથ ધરાઈ છે. સરકાર વતી એડવોકેટ કમલ ત્રિવેદીએ સરકાર વતી રજૂઆત કરી હતી. તેમણે માસ્કના દંડની રકમ ઘટાડવા રજૂઆત કરતા કહ્યુ કે, લોકો ગાઈડલાઈન પાલન કરી રહ્યાં છે.

તેથી માસ્કના દંડમાં ઘટાડો કરવામાં આવે. ત્યારે હાઈકોર્ટે આ મામલે સરકારને સવાલ કર્યો કે શું તમામ લોકો માસ્ક પહેરી રહ્યા છે. ત્રીજી લહેર આવવાની શક્યા છે, તો 50 ટકા પણ માસ્ક પહેરશે તો દંડ ઘટાડીશુ. 50 ટકા રસીકરણ થશે તો જ હાઈકોર્ટ આ મામલે વિચારણા કરશે. આ સાથે જ હાઈકોર્ટમાં કરફ્યૂનો સમય ઘટાડવા પણ રજૂઆત કરાઈ. એડવોકેટ જનરલ દ્વારા રજૂઆત કરાઈ કે, કરફ્યૂનો સમય ઘટાડવા આવે. માસ્કના દંડ દ્વારા પોલીસ ઉઘાડી લૂંટ ચલાવે છે. તેથી માસ્કના દંડની રકમ ઘટાડાય. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે હાઈકોર્ટમાં કરેલી એફિડેવિટમાં ત્રીજી લહેરને લઈ આગોતરા આયોજન કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કરાયો છે.

Advertisement

કોરોનાને લઈ દરેક જરૂરી વ્યવસ્થાની અછત ન ઉભી થાય તે રીતે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. વેન્ટિલેટર, ઓક્સિજન બેડ, ધનવંતરી રથ સહિતની વ્યવસ્થા વધારવાનું આયોજન વિશે સોગંદનામામાં રજુઆત કરાઈ હતી.


Share

Related posts

લીંબડીના ઉંટડી ગામના રોડ પર વરસાદી પાણી ભરાતાં ગ્રામજનોને હાલાકી

ProudOfGujarat

પંચમહાલની હાલોલ GIDC માં JCB પ્લાન્ટની બ્રિટનના પ્રધાનમંત્રી એ લીઘી મુલાકાત.

ProudOfGujarat

રાજપીપળામાં વરસાદમાં ઘોવાયેલા વારંવાર રી-સરફેસિંગ કરવા છતાં રસ્તાની બિસ્માર હાલતથી તંત્રની કામગીરી ઉપર ઉઠતા સવાલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!