Proud of Gujarat
GujaratFeaturedINDIA

ત્રીજી લહેરની દહેશત વચ્ચે બાળકો માટેની કોરોના રસી વિશે આવ્યા સારા સમાચાર

Share

મળતી માહિતી મુજબ સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોરોના વેક્સીન કોવોવેક્સના બીજા અને ત્રીજા તબક્કાની ટ્રાયલ માટે રસ્તો ક્લિયર થઈ ગયો છે. CDSCO ની એક વિશેષજ્ઞ સમિતિએ કેટલીક શરતો સાથે આ ટ્રાયલને કરવા માટે મંજૂરી આપવાની ભલામણ કરી છે. આ રસી 2થી 17 વર્ષ સુધીના બાળકો માટે બનાવવામાં આવી રહી છે.

રિપોર્ટ મુજબ આ ટ્રાયલમાં 10 સાઈટ પર 12-17 વર્ષના 920 બાળકો અને 2-11 આયુવર્ગના પ્રત્યેકમાં 460 બાળકોને સામેલ કરવામાં આવશે. ગત અઠવાડિયે SII ના ડાયરેક્ટર (સરકારી અને નિયામક મામલે) પ્રકાશકુમાર સિંહ અને ડાયરેક્ટર ડો. પ્રસાદ કુલકર્ણીએ સમિતિ સામે સંશોધિત અરજી આપી હતી.

Advertisement

આ અરજીમાં કહેવાયું છે કે કોરોના મહામારી વચ્ચે બાળકો હજુ પણ અસુરક્ષિત છે. આવામાં તેમના માટે રસી તૈયાર કરવા માટે સરકારે ટ્રાયલને મંજૂરી આપવી જોઈએ. કંપનીએ એ રિપોર્ટનો પણ હવાલો આપ્યો જેમાં કહેવાયું હતું કે કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને નુકસાન થઈ શકે છે. ત્યારબાદ કંપનીને ટ્રાયલની મંજૂરી આપવાની સંસ્તુતિ કરાઈ છે.


Share

Related posts

સેન્સેક્સ ડેરિવેટિવ્ઝની રેકોર્ડ ઉચ્ચ સ્તરે આગેકૂચ યથાવત, 8.28 લાખ કરોડ સુધી પહોંચ્યું, જે પાછલા સપ્તાહથી 37% વૃદ્ધિ દર્શાવે છે

ProudOfGujarat

સુરતના પાલોદ વિસ્તારમાં પાંચ દુકાનોનાં તાળા તૂટ્યા…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. અહેમદ પટેલની જન્મ જયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!