Proud of Gujarat
FeaturedGujaratINDIA

મોંઘવારીનો માર : પેટ્રોલ-ડિઝલ બાદ હવે CNGના ભાવમાં કિલોદીઠ 2 રૂપિયાનો વધારો

Share

પેટ્રોલ-ડિઝલના ભાવથી દાઝેલી જનતા પર ગેસના ભાવ વધારાનો નવો ડામ આપવામાં આવ્યો છે. અદાણી બાદ હવે ગુજરાત ગેસે પણ 24 ઓગષ્ટથી CNGના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો વધારો ઝીંક્યો છે. ગુજરાત ગેસે બે રૂપિયાનો વધારો કરતા CNG વાહનચાલક પર બોજ આવશે. જોકે ગુજરાત ગેસ કંપનીએ PNGના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. CNGનો જૂનો ભાવ 52.45 રૂપિયા હતો. જે હવે વધીને 54.45 રૂપિયા થયો છે.

ગુજરાત ગેસ દ્વારા ઈન્ડસ્ટ્રીયલ ગેસ મોંઘો કરવામાં આવ્યા બાદ હવે વાહનોમાં વપરાતા સીએનજીમાં ભાવ વધારો કર્યો છે. રાજ્યમાં સાડા છ લાખથી વધુ CNG વાહનો છે અને ગુજરાત ગેસ કંપનીના રાજ્યમાં 450થી વધુ પંપ છે. આ તમામ વાહનચાલકો પર વધારાનો આર્થિક બોજ આવશે. ગુજરાત ગેસે 2 રૂપિયાનો વધારો કર્યા બાદ પણ રાજ્યમાં CNGનો સૌથી ઊંચો ભાવ અદાણી ગેસનો જ રહેશે. અદાણીના CNGના ભાવ હાલ 55.30 રૂપિયા છે.સુત્રોના કહેવા પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી સીએનજીનાં ભાવમાં કોઈ બદલાવ કરાયો નથી.

Advertisement

આ દરમ્યાન ઓપરેશનલ ખર્ચનો બોજ ઘણો વધી ગયો હોવાથી ભાવ વધારો કરાયો છે. રાજયમાં 450 જેટલા સીએનજી પંપ મારફત અંદાજીત 7 લાખ વાહનોને ઈંધણ પુરૂ પાડે છે. સીએનજી મોંઘા બનાવવા સિવાય ઘર વપરાશનાં ગેસ પીએનજીમાં કોઈ વધારો કરવામાં આવ્યો ન હોવાથી રાહત છે.અત્રે ઉલ્લેખનીય છે કે કંપની દ્વારા ઈન્ડસ્ટ્રીયલ પીએનજીમાં ભાવ વધારો કરાયો હતો. તે 37.51 કરાતા મોરબી તથા સુરેન્દ્રનગરનાં ઉદ્યોગો પર મોટો બોજ પડતાં ઉહાપોહ સર્જાયો છે.


Share

Related posts

અંકલેશ્વર શહેર તાલુકા તાજીયા કમિટી દ્વારા પ્રાંત અધિકારી સાહેબને આવેદનપત્ર આપી મોહર્રમના તહેવારની ઉજવણી કરવા માંગ કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : વાગરાની સાયખા જીઆઇડીસી માં શંકાસ્પદ ભંગાર સાથે બે શખ્સોને ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ProudOfGujarat

રાજપીપલા નજીક ખામર પાસે કાર અને ટ્રક નો અકસ્માત મા 4 ના મોત એક નો આબાદ બચાવ  

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!