Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ યુ.એસ.એ અને યુરોપમાં વધી, વિવિધ દેશોમાં કેસર કેરી લોકપ્રિય.

Share

હવે કેસર વહેલી થવા લાગી ગુજરાતની કેસર કેરીની ડિમાન્ડ યુએસએ અને યુરોપમાં વધી, વિવિધ દેશોમાં કેસર લોકપ્રિય થઈ રહી છે. સિબ્જેન્ટા કંપનીની કલ્ટાર દવા વહેલા ફૂલો અને ફળ આપી ખેડૂતને ફાયદો કરાવે છે. 25 વર્ષથી ખેડૂતો દ્વારા કલ્ટાર ઉપયોગમાં લેવાય છે એવું કહેવાતું આવ્યું છે કે, કેસર કેરીના ગુણધર્મો બદલાયા છે અને તેનો દોષનો ટોપલો દવા અને પેસ્ટ્રીસાઈડ્સ પર ઢોળી દેવામાં આવે છે. હકીકતે, દવા કરતાં પણ બદલાયેલું હવામાન કેસર કે કોઈપણ કેરીના પાકને કે ગુણધર્મને અસરકર્તા છે. અત્યારે ગીર, તાલાલા પંથક હોય, વલસાડ હોય કે પછી મહારાષ્ટ્રની રત્નાગીરીની હાફૂસ હોય ખેડૂતો બદલાયેલા વાતાવરણ વચ્ચે વહેલા ફૂલ આવે અને ફળ ઉતરે તે માટે સિબ્જેન્ટા કંપનીની કલ્ટાર દવાનો ઉપયોગ કરી રહ્યા છે અને આ દવાનો ઉપયોગ આજકાલનો નહીં પણ છેલ્લા 25 વર્ષથી થઈ રહ્યો છે. ખાસ કરીને કેસર કેરીના સારા ફળના કારણે અમેરિકા અને યુરોપમાં તેની ડિમાન્ડ વધી છે કલ્ટારના કારણે વહેલાં ફૂલ – ફળ આવે છે યુએસએ, યુરોપ અને જાપાનમાં કેરીના પ્રેમીઓ ગુજરાતની અનોખી કેસર વેરાયટીનો આનંદ માણી રહ્યા છે.

ભારતના કુલ નિકાસ હિસ્સામાં – લગભગ 51 % નો નોંધપાત્ર વધારો જોયો છે – અને ખેડૂતો આનો શ્રેય વિજ્ઞાનને આપે છે. વસંતરાવ નાઈક મરાઠવાડા કૃષિ યુનિવર્સિટી, મહારાષ્ટ્રના જાણીતા બાગાયતશાસ્ત્રી ડૉ . ભગવાનરાવ એમ કાપસે આનું શ્રેય છોડ વૃદ્ધિ નિયમનકાર કલ્ટારમાં વપરાતા રસાયણ પેકલાબુટ્રાઝોલને આપે છે, જેને તેઓ ” ખેડૂતો માટે વરદાન ” તરીકે ઓળખાવે છે. કલ્ટારનો ઉપયોગ ખેડૂતોને અન્ય ખેડૂતોની હરિફાઇમાં જીત અપાવે છે. “ ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેસરનો સામાન્ય ઉતારો 15 થી 20 મે પછી શરૂ થાય છે. જોકે, કલ્ટારની મદદથી, ઉતારો એપ્રિલની શરૂઆતમાં એટલે કે ઉત્તર ભારતમાં સિઝન શરૂ થાય તેના લગભગ 1 થી 1.5 મહિના પહેલાં શરૂ થઈ શકે છે. આનાથી ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને ઑફ સિઝન માર્કેટમાં પણ રોકાણ કરવાની તક મળે છે, ” તેમ કેરી પર પીએચડી કરનાર અને અલ્ટ્રા – હાઈ – ડેન્સિટી કેરીના બગીચાના નિષ્ણાત ડૉ. કાપસેએ જણાવ્યું હતું. ગુણવત્તાયુક્ત કેરી ઉગાડવામાં ગુજરાતના કેરીના ખેડૂતોને તેમની મહેનત અને કોઠાસૂઝ માટે બિરદાવતાં કલ્ટાર બનાવતી કંપની સિબ્જેન્ટા ઈન્ડિયાએ જણાવ્યું હતું કે બાગાયતમાં ગુજરાતની મજબૂત સ્થિતિ ચાલુ રહે તેની ખાતરી કરવા માટે તે શ્રેષ્ઠ ઉકેલો પ્રદાન કરવા માટે અમે પ્રતિબદ્ધ છે. “ અત્યંત ગરમીની સ્થિતિએ આ સિઝનમાં કેરીના ઉત્પાદનને અસર કરી હોવા છતાં અમને વિશ્વાસ છે કે કેરી ઉત્પાદકો આગામી સિઝનમાં કલ્ટારના લાભો મેળવવાનું ચાલુ રાખશે. આ દવાને ભારત સરકારની મંજૂરી છે : સિબ્જેન્ટા ઈન્ડિયા સિબ્જેન્ટા ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ” કલ્ટાર સલામત છે અને ઉપજના આઉટપુટ અને પોષક તત્વો પર કોઈ નકારાત્મક અસર કર્યા વિના કેરીના પાકને સર્વગ્રાહી પોષણ આપે છે. ” કંપનીના ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર ડૉ. કે.સી. રવિએ જણાવ્યું હતું કે : “ કલ્ટાર એ એક વિશ્વસનીય ઉત્પાદન છે જેનો ઉપયોગ ગુજરાત, યુપી, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, તેલંગાણા, કર્ણાટક, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ અને બિહારના હજારો ખેડૂતો કરે છે. તેના શ્રેષ્ઠ સંશોધન અને વિકાસ અને ફળીભૂત થયેલી કાર્યક્ષમતાને કારણે – ખેડૂતો દ્વારા 25 વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાય છે. કલ્ટારને રાષ્ટ્રીય બાગાયત બોર્ડ, કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય, ભારત સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે. છેલ્લા 25 વર્ષથી 10,000 થી વધુ ખેડૂતો સિબ્જેન્ટા કલ્ટારનો ઉપયોગ કરી રહ્યાં છે, જેણે દર વર્ષે ગુણવત્તાયુક્ત કેરીની ઉપજમાં 40 % સુધીનો વધારો કરવામાં મદદ કરી છે. ” તેમ ડૉ રવિએ ઉમેર્યું હતું.

Advertisement

Share

Related posts

નર્મદા કિનારે આવેલા ઘાટનું નામ જગતગુરૂ શંકરાચાર્ય ઘાટ નામ આપવાની માંગ કરતું આવેદન આપ્યું.

ProudOfGujarat

લીંબડી સેવાસદન ખાતે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોના હિતમાં આવેદનપત્ર પાઠવાયુ

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી-આગામી 2 દિવસમાં સામાન્ય વરસાદની આગાહી કરાઈ…..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!