Proud of Gujarat
INDIAFeaturedGujarat

પ્રથમ તબક્કાના મતદાનને 5 કલાક પૂર્ણ, જાણો કયા જિલ્લામાં કેટલું મતદાન.

Share

ગુજરાત વિધાનસભા માટે બે તબક્કાના પ્રથમ તબક્કાનું મતદાન આજે સવારે 8 વાગ્યાથી શરુ થઈ ગયું છે. આજે 5 વાગ્યા સુધી મતદાન ચાલશે ત્યારે પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. 2 કરોડ 39 લાખથી વધુ મતદારો આજે મતદાન કરી રહ્યા છે. રાજ્યના 19 જિલ્લાઓમાં ચાલી રહેલી મતદાનની પ્રક્રીયામાં દરેક જિલ્લામાં 20 ટકાથી વધુ મતદાન થઈ ચૂક્યું છે. અલગ અલગ જિલ્લા પ્રમાણે મતદાનની આ છે વિગતો.

આ બેઠકો પર થયું આટલું મતદાન

Advertisement

વ્યારા 25.61 ટકા
ધાંગધ્રા – 22.57 ટકા
માંગરોળ – 20.7 ટકા
નવસારી – 20.43 ટકા
અબડાસા – 24.47 ટકા
ડાંગ – 24.99 ટકા
માણાવદર – 20 ટકા
નવસારી 20.43 ટકા
નિઝર 27.15 ટકા
અબડાસા 24.47 ટકા
કપરાડા 26.42 ટકા
જેતપુર – 21.34 ટકા

2012 અને 2017 માં થયું હતું આટલું મતદાન

મતદાનની પ્રક્રીયા અત્યારે શાંતિપૂર્ણ માહોલમાં ચાલી રહી છે ત્યારે હજુ 5 કલાક સુધી મતદાનની પ્રક્રીયા ચાલશે. સવારે 8 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી નાગરીકો મતદાન કરી શકે છે. જેથી આ મતદાન આગામી સમયમાં વધવાની પણ શક્યતા છે. 70 ટકાથી વધુ મતદાન થાય તેવી શક્યતાઓ પણ છે કેમ કે, 2012 માં અને 2017 માં 67 થી 70 ટકા આસપાસ મતદાન થયું હતું.


Share

Related posts

સ્વચ્છતા સર્વેક્ષણ – ૨૦૧૯ અન્વયે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા “અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ” ખાતે સ્વચ્છતા બાબતે કાયઁકમનુ આયોજન કયુઁ.

ProudOfGujarat

મહેન્દ્રસિંગ ધોનીની એકેડમીમાં નવાગામના ક્રિકેટર ઉમેશ તડવિનું સિલેકશન

ProudOfGujarat

ગોધરામાં ઓનલાઈન શોપિંગનાં બહાને પૈસા ખંખેરતા શખ્સની ધરપકડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!