Proud of Gujarat
FeaturedGujaratINDIASportUncategorized

મહેન્દ્રસિંગ ધોનીની એકેડમીમાં નવાગામના ક્રિકેટર ઉમેશ તડવિનું સિલેકશન

Share

(જી.એન.વ્યાસ)

નવાગામ(કેવડીયા)નર્મદા જિલ્લાને ગૌરવવંત કરતા ક્રિકેટર ઉમેશ તડવીહાલમાં જ નોઇડા(યુ.પી) ખાતે ક્રિકેટ ટુડે દ્વારા આયોજન યુ.એન- ૧૯, ૨૦ ઓવર્સની બીગ મેચ રમવા કેવડીયા ખાતે કોચિંગ લેતા સહદેવસિંહ સોલંકી ક્રિકેટ કલબમાંથી માહા પ્લેયર્સ નોઇડા ખાતે બિગ મેચ રમવા ગયેલા હતા. તેમાં(૧) ઉમેશ તડવી, નવાગામ (૨) જયમીન ક. પટેલ, ધોળકા (૩) જયેશ વસાવા (વાળી)નો આર.એસ.સી.સી (રીચી શુક્લા ક્રિકેટ કલબ) ટીમમાં સમાવેશ થયેલો હતો. આર.એસ.સી.સી તરફથી મેચ રમતા આ ત્રણ ખેલાદીઓમા ઉમેશ તડવીનો ઉત્કર્ષ ઓલ રાઉન્ડર પરફોર્મન્સ આપતા તથા ૮ વિકેટ લીધી હતી, તથા આર.એસ.સી.સી ટીમના હાઈએસ્ટ સ્કોરર તથા બેસ્ટ બોલિંગ પરફોર્મન્સ ઉમેશ તડવી એ આપ્યું હતું. આ પરફોર્મન્સ ને ધ્યાન માં લઈને ત્યાના સીલેકટરોએ ઉમેશ તડવી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ક્રિકેટ ટુડે દ્વારા આયોજિત સિલેકશન કમિટીમાં ( ક્રિકેટ ટુડે મેગેઝીનના ચીફ એડીટર ) રાકેશ પાંડે દ્વારા ઉમેશ તડવીનું મહેન્દ્રસિંગ ધોની ક્રિકેટ એકેડમી માટે બેસ્ટ ૨૨ પ્લેયર્સમાં સિલેકશન કરવામાં આવ્યું હતું. ભૂતપૂર્વ ઇન્ડિયન કેપ્ટન મહેન્દ્રસિંગ ધોની તેમનું માર્ગદર્શન તથા કોચિંગ આપશે. મહેન્દ્રસિંગ ધોની ક્રિકેટ એકેડમીમાં સિલેકશન થવાથી નવાગામ અને પોતાના પરિવારનું નામ ગૌરવવંત કર્યું છે. તથા ઉમેશ તડવીને ભવિષ્યમાં ઉચ્ચ્સ્તરનું ક્રિકેટ તથા આઇપીએલ તથા ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં પોતાની મહેનત દ્વારા સ્થાન પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા પરિવાર અને કેવડીયાના ક્રિકેટર સહદેવસિંહ સોલંકીએ શુભેચ્છા પાઠવી છે.

Advertisement

Share

Related posts

ગારીયાધારના અવકાશમાં અદભુત મેઘ ધનુષ્ય જોવા મળતા લોકો જોવા ઉમટ્યા.

ProudOfGujarat

અંકલેશ્વરની આર.કે.એન્જીનિયરીંગ કંપનીના ગોડાઉનમાં થયેલ ચોરીનો મામલો સામે આવ્યો.

ProudOfGujarat

રાજસ્થાનના સરહદ વિસ્તારમાં ડમ્પરની અડફેટે ત્રણ બાઈક સવાર યુવકોના મોત

ProudOfGujarat
error: Content is protected !!