Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજ્યમાં આજથી ફરી ગાજવીજ સાથે વરસાદની આગાહી, ખેડુતોની ચિંતામાં વધારો

Share

ગુજરાતમાં હવે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. દરમ્યાન સાથે-સાથે છેલ્લા કેટલાંક દિવસથી વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. થોડાક દિવસ અગાઉ જ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસ્યો હતો. જેના લીધે ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચ્યું હતું. ત્યારે વધુ એકવાર હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી માવઠાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં આજથી 15 માર્ચ સુધી ફરીવાર વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યમાં તારીખ 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદ વરસી શકે છે. એમાંય વળી ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જેમાં વિગતે વાત કરીએ તો રાજ્યમાં ઉત્તર-દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરાઇ છે.

Advertisement

ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ અને મહેસાણામાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી, તાપી અને દાહોદમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જ્યારે સૌરાષ્ટ્રમા ભાવનગર, અમરેલી તેમજ કચ્છમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેલી છે.


Share

Related posts

સુરત ના સીતાનગર ખાતે પેટ્રોલ , ડીઝલ અને રાંધણગેસ ના ભાવ વધારાનો કોંગ્રેસનો વિરોધ.

ProudOfGujarat

સુરત ઓલપાડના દિહેણ ગામે રહેતી પરિણીતાએ ઝેરી દવા પીને આપઘાત કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : ચૌટાનાકા પાસે બે બાઈક અથડાતાં બંને બાઇક સવારો ગંભીર રીતે ઘવાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!