Proud of Gujarat
FeaturedGujaratINDIA

કોરાનાની બીજી લહેરમાં રાજ્યના 7 જિલ્લાઓમાં 10 થી પણ ઓછા નવા કેસ નોંધાયા…જાણો વધુ.

Share

રાજ્યમાં કોરોના વાયરસનો કહેર ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં ગઈકાલે 1871 નવા કેસ નોંધાયા છે અને 25 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815 પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં ગઈકાલે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40 ટકા છે.

Advertisement

કોરોનાની બીજી લહેરમાં રાજ્યના કેટલાક જિલ્લાઓ માટે પણ રાહતના સમાચાર આવ્યા છે. જ્યાં ગઈકાલે નવા કેસના સંખ્યા 10 કરતાં પણ ઓછી આવી છે. જેમાં છોટા ઉદેપુરમાં 5, પાટણમાં 8, તાપીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, મોરબીમાં 2 ડાંગમાં 0 અને દાહોદમાં 2 કેસ નોંધાયા છે. જ્યારે આ સાત જિલ્લામાંથી માત્ર છોટા ઉદેપુર જિલ્લામાં 1 વ્યક્તિનું મોત થયું છે. જ્યારે પાટણમાં 36, છોટા ઉદેપુરમાં 10, તાપીમાં 16, સુરેન્દ્રનગરમાં 34, દાહોદમાં 106, મોરબીમાં 14 અને ડાંગમાં 15 લોકો એક જ દિવસમાં ડિસ્ચાર્જ થયા હતા.


Share

Related posts

રાજપીપળામાં સરદાર પટેલ એકતા યાત્રાનું બેનર ફાટ્યું:શુ આને સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધની શરૂઆત સમજવી?

ProudOfGujarat

વડોદરા કોર્પોરેશન દ્વારા પ્રિ-મોનસુનની કામગીરીના ભાગરૂપે આજવા સરોવરના 62 દરવાજાના મેન્ટેનન્સની કામગીરી શરૂ કરાઇ

ProudOfGujarat

દહેજ ખાતે ગુમશુદા યુવક નું મૃત અવસ્થામાં તળાવમાં મળી આવ્યા બાદ પોલીસે હાથ ધરેલ તપાસ દરમ્યાન એક આરોપી ની અટકાયત કરવામાં આવી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!