Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાતમાં લવ મેરેજ એક્ટમાં સુધારો કરવા 32 સમાજની માંગ, ઉગ્ર આંદોલનની ચીમકી

Share

સુરત પાસોદરા ખાતે લવ મેરેજને લઈને સર્વ સમાજની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં એક કમિટીની રચના કરીને તમામ ધારાસભ્યો અને સાંસદોને રૂબરૂમાં મળીને લવ મેરેજના કાયદામાં સુધારા અંગે રજૂઆત કરવામાં આવશે. જો રજૂઆતનો નિકાલ નહીં આવે તો સરકાર સામે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે. ખાસ કરીને વિધર્મીઓ દ્વારા હિન્દૂ યુવતીને લવ જેહાદમાં ફસાવી તેની સાથે ખીલવાડ કરવામાં આવતો હોવાના કિસ્સાઓ અટકાવવા માટે ચિંતન શિબિરનું આયોજન કરાયું હતું.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરતમાં યોજાયેલ સર્વ સમાજની ચિંતન શિબિરમાં 32 જેટલા વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.આ બેઠકમાં ચર્ચાઓ બાદ સરકાર સામે ચાર મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યાં છે. ગામમાં જ લગ્ન નોંધણી, પોલીસનું વેરિફિકેશન, તલાટીથી લઈ મામલતદાર સુધી ડોક્ટુમેન્ટના વેરિફિકેશન તથા લગ્ન માટે માતા પિતાની ફરજીયાત સહીની માંગ કરવામાં આવી છે. આ 32 સમાજના આગેવાનોએ સરકાર સમક્ષ રજૂ કરેલી માંગ નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. ચિંતન શિબિરમાં કહેવામાં આવ્યું હતું કે, દીકરી લગ્ન કરે તેનો નહીં પણ માતા પિતાને જણાવ્યા વિના લગ્ન કરે છે તેનો વાંધો છે.

Advertisement

આ બેઠકમાં મીડિયા સમક્ષ કહેવાયું હતું કે, 4130 જેટલા ખોટા લગ્નો થયા છે અને જેને લઈને આજે દરેક સમાજના લોકોએ ચિંતા કરી છે. બેઠકમાં નક્કી કરવામાં આવેલી કમિટી મુખ્યમંત્રી અને કાયદામંત્રીને મળશે. કમિટી નક્કી કરશે એ રીતે આંદોલન કરાશે. 182 ધારાસભ્યોને મળી તેમનું સમર્થન મેળવીશે. 26 સાંસદો ને પણ મળી તેમનું સમર્થન લેવાશે જેથી ગાંધીનગર લઈને દિલ્હી સુધી માંગ પહોંચાડી શકાય.સર્વ સમાજની યોજાયેલ ચિંતન શિબિરમાં રાજપૂત સમાજ,આહીર સમાજ,પાટીદાર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ સહિત વિવિધ 32 સમાજના અગ્રણીઓ રહ્યા હાજર હતા.


Share

Related posts

અંક્લેશ્વર શહેર ભાજપા પ્રમુખ તરીકે નરેન્દ્ર પટેલની નિમણૂંક…

ProudOfGujarat

નશામાં ધૂત બનેલા નબીરાઓની કાર ઝાડ સાથે અથડાઇ, દારૂની બોટલો જાહેરમાં ફેંકી: પૂરી ઘટના સીસીટીવી માં કેદ થઇ

ProudOfGujarat

મોરબીના જેતપર ગામે તસ્કર ટોળકીના ધામા, ત્રણ મકાનમાં ચોરી કરી પોલીસને ખુલ્લો પડકાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!