Proud of Gujarat
INDIAFeaturedGujarat

કોરોના કાળમાં અભયારણ્યમાં ઝરખ સહિતના 7 પ્રાણીઓની વસતી ત્રણ ગણી વધી : રતનમહાલ અને જાંબુઘોડામાં ગત વર્ષે 982 સંખ્યા હતી : આ વર્ષ 2839 થઇ.

Share

અભ્યારણ્યો રતનમહાલ અને જાંબુધોડામાં યોજાયેલી વન્યજીવોની વસ્તી ગણતરીમાં 7 વન્ય પ્રાણીઓની સંખ્યામાં ત્રણ ગણો વધારો નોંધાયો છે. દીપડા, રીંછ, ઝરખ, જંગલી બિલાડા, ભૂંડ, શિયાળ, જંગલી બિલાડી સહિતના 7 પ્રાણીઓ ગત વસ્તી ગણતરીમાં 982 નોંધાયા હતા.

આ વર્ષ વાઇલ્ડ લાઇફ ડિવિઝન દ્વારા યોજાયેલી ગણતરીમાં 2839 નોંધાયા છે. આ વસ્તી ગણતરીમાં નોંધપાત્ર બાબત એ છે કે જંગલના સફાઇ કામદાર તરીકે જેમની ગણના થાય છે તેવા ઝરખની સંખ્યામાં 46 નો વધારો થયો છે. આ અચાનક બે વર્ષમાં આટલા બધા ઝરખની સંખ્યા વધી જતાં વન્ય પ્રાણીઓની વસ્તી ગણતરી કરવા જતી એનજીઓના કાર્યકરો પણ આશ્ચર્યમાં મૂકાયા હતા.

છેલ્લા બે વર્ષ દરમિયાન કોરોનાને લીધે માનવોની અવરજવર ઓછી થઇ ગઇ હતી તેવા સંજોગોમાં વન્યજીવોની સંખ્યા વધી છે તેવો તર્ક વનવિભાગ દ્વારા અપાયો છે. આ બંને વિશાળ અભ્યારણ્યમાં ગણતરી 68 વોચમેન અને 34 અન્ય સ્ટાફે મળીને કરી હતી. માત્ર ઝરખ જ નહીં શિયાળ, જંગલી બીલાડી, જંગલી ભૂંડ, સસલા, ચોસિંગા અને નીલગાય જેવા પ્રાણીઓની સંખ્યામાં પણ મોટો વધારો થયો હોવાનું આ વસ્તી ગણતરીના ડેટામાં બહાર આવ્યું છે. આ વિશે વન્યપ્રાણી વર્તુળના ડીસીએફ બી.એમ. વાઘેલાએ જણાવ્યું કે, ઝરખના જડબા ખૂબ મજબૂત હોય છે. તેથી કેટલાક કિસ્સામાં દીપડાએ પણ ભાગવું પડે છે. તેના પાછળના પગ રાટાં હોય છે તેથી જાડા મજબૂત હાડકાં પણ ઝરખ ચાવી ખાય છે. આ વર્ષે વનવિભાગ દ્વારા એનજીઓને વન્યપ્રાણી ગણતરીમાં બોલાવવામાં આવ્યાં ન હતા. એક વન્યજીવ કાર્યકર જે છેલ્લા 20 કરતા વધુ વર્ષથી વસ્તી ગણતરીમાં જાય છે તેણે જણાવ્યું કે, ‘ શિયાળ તો આ બંને અભ્યારણ્યોમાં માંડ જોવા મળતા હતા. આ ઉપરાંત ઝરખ આટલા બધા વધ્યાં, બે વર્ષમમાં આટલા બધા બચ્ચાઓ ટકી ગયા તે આશ્ચર્યની બાબત છે.’ વન અધિકારીએ જણાવ્યું કે આ ડિવિઝનલ કક્ષાની ગણતરી હોવાથી એનજીઓને બોલાવી ન હતી.

Advertisement

Share

Related posts

ભરૂચ જીલ્લામાં ધાડપાડી તરખાટ મચાવનાર ધાડ-પાડું ગેંગને ઝડપી પાડતી ભરુચ પોલીસ .

ProudOfGujarat

પંચમહાલ : મોરવાની વિધાનસભા બેઠકમાં ઇપિક સિવાય અન્ય ૧૧ પૂરાવાથી પણ મતદાન કરી શકાશે.

ProudOfGujarat

જ્યોર્જિયા એન્ડ્રિયાનીએ ચાહકોને દેશી કુડીના વાઇબ્સ આપીને કરી દીધા આશ્ચર્ય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!