Proud of Gujarat
GujaratFeaturedINDIA

15 જુલાઈથી ગુજરાતના ધોરણ 10 – 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજાશે.

Share

ગુજરાતના ધોરણ 10 અને 12 ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. પરીક્ષા 15 જુલાઈથી યોજવાનો નિર્ણય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવ્યો છે. માધ્યમિક શિક્ષણ બોર્ડના સચિવ ડી.એસ. પટેલે જણાવ્યું હતું કે રાજ્યની હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાને લઈ બોર્ડના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતમાં ધોરણ 10 અને 12 ના નિયમિત, રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની બોર્ડની જાહેર પરીક્ષા પહેલી જુલાઈના રોજ લેવાનો નિર્ણય સરકારે કર્યો હતો, પરંતુ કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખીને આ પરીક્ષાઓ મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

હવે આ રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષાને લઈને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહના રિપીટર, ખાનગી અને પૃથક્ક ઉમેદવારોની પરીક્ષા આગામી 15 જુલાઈના રોજ લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેનો વિગતવાર કાર્યક્રમ હવે પછી જાહેર કરવામાં આવશે. સ્કૂલોના આચાર્યોએ પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓના વાલીઓને જાણ કરવાની રહેશે, એમ શિક્ષણ બોર્ડની યાદીમાં જણાવ્યું છે. બોર્ડની પરીક્ષામાં રિપીટર્સ વિદ્યાર્થીઓની વાત કરીએ તો ધોરણ 10 માં 3.62 લાખ, ધોરણ 12 સાયન્સમાં 32 હજાર 400 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 97 હજાર જેટલા રિપીટર્સ વિદ્યાર્થી નોંધાયા હતા.

Advertisement

સરકારે ધોરણ 10 માં માત્ર રેગ્યુલર વિદ્યાર્થીઓની જ પરીક્ષા રદ કરી માસ પ્રમોશન આપ્યું હોવાની સ્પષ્ટતા કરી હતી, પરંતુ ધોરણ 12 ની પરીક્ષા રદ કરવાના નિર્ણયમાં એવી કોઈ સ્પષ્ટતા કરાઈ નથી કે માત્ર રેગ્યુલર વિદ્યાર્થીની જ પરીક્ષા રદ થશે કે રિપીટર્સ સહિતના તમામ વિદ્યાર્થીઓની પરીક્ષા રદ કરાશે. શિક્ષણમંત્રીએ આ અંગે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે રિપીટર્સ વિદ્યાર્થીઓ માટે હજી કોઈ પણ નિર્ણય લેવાયો નથી. એ વિશે આગામી સમયમાં કેન્દ્ર સરકારની ગાઈડલાઈન્સ આધારે લેવાશે.


Share

Related posts

લીંબડીના વોર્ડ નંબર 2 માં ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો.

ProudOfGujarat

ભરૂચ ના ભોઇવાડ ખાતે મેઘરાજા ની પ્રતિમા નું સ્થાપન કરાયું-જાણો વધુ….

ProudOfGujarat

ભરૂચ નર્મદા નદીની જળ સપાટીમાં ઘટાડો, ગોલ્ડન બ્રિજ ખાતે સપાટી 25 ફૂટે પહોંચી, નીચાણવાળા વિસ્તારોમાં રાહત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!